Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

USAના મેનહટનમાં ન્યૂયોર્ક ફેશન વીકમાં ૧૦૦થી વધુ ફેશન ડિઝાઇનર્સે ભાગ લીધો

અર્ની ફેશન જૂથનું કલેક્શન આકર્ષણનું કેન્દ્ર રહ્યું: પરંપરાગત ભારતીય લગ્નના ફોટા અને ઘરેણાનું અનોખું પ્રદર્શન કર્યું

અમેરિકાના મેનહટન સ્થિત પ્રતિષ્ઠિત સોની હોલમાં રનવે ૭ દ્વારા ન્યૂયોર્ક ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્ક ફેશન વીક (NYFW) દર વર્ષે ફેબ્રુઆરી  અને સપ્ટેમ્બર મહિનામાં યોજાય છે.     સામાન્ય રીતે સાતથી નવ દિવસ સુધી ચાલતા ફેશન વીકમાં ઇન્ટરનેશનલ ફેશન કલેક્શનનું સામાન્ય જનતા, પ્રેસ અને ખરીદનારો (બાયર્સ) સમક્ષ પ્રદર્શન કરવામાં આવે છે. NYFW પેરિસ, લંડન અને મિલાનની સાથે વિશ્વના ચાર મુખ્ય પૈકીની એક ફેશન વીક ઇવેન્ટ છે, જેને *બિગ ફોર* તરીકે પણ ઓળખવામાં આવે છે.      આ વર્ષે રનવે ૭ દ્વારા ન્યુયોર્ક  ફેશન વીકનું આયોજન ગત તા.૮, ૯ અને ૧૦મી સપ્ટેમ્બરના રોજ મેનહટનના ખૂબ જ પ્રતિષ્ઠિત સોની હોલમાં કરવામાં આવ્યું હતું. NYFWમાં વિશ્વભરના ૧૦૦થી વધુ ફેશન ડિઝાઇનરોએ વિશ્વ વિખ્યાત ફેટોગ્રાફ્રો સાથે ભાગ લીધો હતો. 

  આ ફેશન વીકમાં ગુજરાતી મહિલાઓના અર્ની ફેશન જૂથનું કલેક્શન આકર્ષણનું કેન્દ્ર રહયું હતું. નિધિ શાહની આગેવાની હેઠળના જૂથમાં મોટા ભાગે ગુજરાતી મહિલાઓ છે. અર્ની ફેશને પરંપરાગત ભારતીય લગ્નના પોશાક અને ઘરેણાનું અનોખું પ્રદર્શન કર્યું હતું. ગુજરાતીઓ રાજકીય, ફેશન, સંગીત, કલા અને વેપાર સહિતના ક્ષેત્રે વિશ્વમાં કેન્દ્ર સ્થાને છે.

(4:14 pm IST)