Gujarati News

Gujarati News

News of Thursday, 14th September 2023

અમેરિકાના પ્રેસિડેન્ટના ઉમેદવાર વિવેક રામાસ્વામીનું કેલીફોર્નીયામાં ફંડ રેઇઝિંગ ઇવેન્ટ યુનાઇટેડ સ્ટેટ-ઇન્ડિયા રીલેશનશીપ કાઉન્સીલ દ્વારા યોજાયું

તેઓ અમેરિકાના પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાઈ આવે તો તે ક્યા-ક્યા મહત્વના સુધારાઓ કરવા માંગે છે જેથી અમેરિકાને નવી દિશા મળી શકે જેની વિગતવાર ચર્ચા કરી

યુનાઇટેડ સ્ટેટ-ઇન્ડિયા રીલેશનશીપ કાઉન્સીલ અમેરિકા દ્વારા પ્ અમેરિકાના પ્રેસીડેન્ટના ઉમેદવાર મૂળ ભારતના વિવેક રામાસ્વામીનું અમેરિકામાં કેલીફોર્નીયા સ્ટેટમાં ફંડ રેઇઝિંગ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કર્યું. આ પ્રસંગે યુનાઇટેડ સ્ટેટ-ઇન્ડિયા રીલેશનશીપ કાઉન્સીલના ચેરમેન ડો. અમિત દેસાઈ અને પ્રેસીડેન્ટ તથા સી.ઈ.ઓ. ડો. જશુભાઈ પટેલે, ડો. પ્રદીપ કણસાગરાને આમંત્રણ આપ્યું હતું. 

આ ઇવેન્ટમાં ઉપસ્થિત સૌએ વિવેક રામાસ્વામીનું સ્વાગત કર્યું હતું. આ મીટીંગમાં વિવેક રામાસ્વામીએ તેમના વિચારો રજૂ કર્યા કે જો તેઓ અમેરિકાના પ્રેસીડેન્ટ તરીકે ચૂંટાઈ આવે તો તે ક્યા-ક્યા મહત્વના સુધારાઓ કરવા માંગે છે જેથી અમેરિકાને નવી દિશા મળી શકે જેની વિગતવાર ચર્ચા કરી હતી.

  ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેમને મુંઝવતા પ્રશ્નો રજૂ કર્યા.તેઓએ ખૂબ સાંતિશકારક જવાબો આપ્યાં. આ મીટીંગ ખુબ જ સફળ રહી. ઉપસ્થિત સૌ મહેમાનો વિવેક રામાસ્વામીના વિચારો તથા ઉત્સાહથી ખુબ જ પ્રભાવિત થયા હતા.
  તેઓ મૂળ ભારતના અને સનાતનને સમજતા એક નવયુવાન જે 38 વર્ષના અબજોપતિ છે, ધંધામાં ખુબ જ સફળ છે અને બધી રીતે પરિપક્વ છે. તેમની પ્રશંસા અમેરિકાના પૂર્વ પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી , જો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવે તો વિવેક રામાસ્વામીની વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પસંદગીની શક્યતાઓ છે.
  એલોન મસ્ક જેમની ટેસ્લા કાર અને ટ્વીટર એપ અત્યારે દુનિયામાં ધૂમ મચાવે છે તેઓએ પણ તેમની ખુબ જ પ્રસંશા કરી હતી.

   

(6:04 pm IST)