Gujarati News

Gujarati News

News of Thursday, 24th August 2023

જાણીતા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને અભિનેત્રી પલ્લવી જોશીની ફિલ્મ ' ધ વેક્સીન વોર' નો લોસ એન્જલસમાં ભવ્ય પ્રીમિયર શો યોજાયો : કોરોનાકાળના વેક્સીન માટેના સંઘર્ષને ઉજાગર કરતી વિશિષ્ટ ફિલ્મને જબરો પ્રતિસાદ : કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

કોરોના કાળમાં અદભુત સેવા આપનારા કનકસિંહ ઝાલા,ફાલ્ગુનીબા,ડો,નીતીશ શાહ, ડો, અનિલ શાહ, આને અમિતભાઈને વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીની હાજરીમાં અગ્રણીઓ હસ્તે અપાયા એવોર્ડ : કેલિફોર્નિયાના ગુજરાતીઓ સાથે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઓનાલાઇન કોન્ફ્રન્સ થકી ઓક્સીઝ્ન,દવાઓ અને પથારીઓ માટે કરેલ અનુરોધને મળ્યો હતો અભૂતપૂર્વ પ્રતિસાદ

ભારતીય ફિલ્મ બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને જાણીતી અભિનેત્રી પલ્લવી જોશી કે જેમને ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ બનાવી દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવેલ છે,તેમણે હમણાં છેલ્લે એક વિશિષ્ટ વિષય ઉપર the  vaccine war 'ફિલ્મ બનાવી છે, ' a  war you didnt know you foregt and you won જે કોરોના કાળને લગતી અને તેના માટે વેક્સીન બનાવવા માટે જે લડવું પાડેલ છે,તેને વિસ્તૃત રૂપે પ્રસિદ્ધ કરતી કૈક અલગ પ્રકારની ફિલ્મ કે જેનો એક્સક્લુઝિવ પ્રિ રિલીઝ પ્રીમિયર શો લોસ એન્જલસ શહેરના થિયેટરમાં રાખેલ, તે માટે એ બંને લોસ એન્જલસમાં કનકસિંહ ઝાલા તથા ફાલ્ગુનીબા ઝાલા ( ઝીંઝુવાડા ઝાલાવાડ )ના મહેમાન બની સધર્ન કેલિફોર્નિયાના વ્યક્તિ વિશેષોની હાજરીમાં પ્રીમિયર શો લોસ એન્જલસમાં રાખેલ

  આ શો જોઈ અમેરિકાના વીઆઈપીસ ખુબ પ્રભાવિત થયેલ અને ભરપૂર પ્રશંશા આ મૂવીની કરી જણાવેલ કે આ મુવી બધાએ જોવું જોઈએ,આટ્લી બધી પ્રશંસાથી અગ્નિહોત્રી આને પલ્લવીજી ગદગદિત થઇ ગયેલા

 કોરોના કાળમાં કોરોના વોરિયર્સની જે અદભુત સેવાઓ હતી તેવા પાંચ ભારતીયો 1, કનકસિંહ ઝાલા, 22, ફાલ્ગુનીબા, 3, ડો, નીતીશ શાહ, 4, ડો, અનિલ શાહ,અને 5, અમિતભાઇ ( હિન્દૂ સ્વયં સેવક સંઘ કેલિફોર્નિયા )ની સેવાઓના અનુસંધાને તેઓને 'કોરોના વોરિયર્સ 'ના એવોર્ડ્સ અહીંના અગ્રણીઓ તથા અગ્નિહોત્રી તથા પલ્લવી જોશીની હાજરીમાં આપી સન્માનિત કરેલ, તથા અહીંના અગ્રણીઓ અગ્નિહોત્રી તથા પલ્લવી બહેનને બુકે આપી સન્માનિત કરેલ

  જયારે દુનિયામાં કોરોના કાળ ચાલતો હતો ત્યારે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ કેલિફોર્નિયાના ગુજરાતી અગ્રણીઓ સાથે ઓનલાઇન કોન્ફ્રન્સ રાખેલ,તેમાં તેઓએ ઓક્સીઝન, દવાઓ, પાથરી વગેરે ગુજરાત મોકલવા ખાસ ભાર પૂર્વક અપીલ કરેલ,તેના અનુસંધાને કનકસિંહ ,ફાલ્ગુનીબા,સુનિલ અગ્રવાલ વગેરેની આગેવાની નીચે અહીંના અગ્રણીઓએ ખુબ સહકાર આપી, શક્ય તેટલી વધુમાં વધુ સહાય ગુજરાતમાં મોકલાવેલ,આ સહકાર માટી વિજયભાઈ ગદગદિત થઇ ગાયેલ આને બધા માટે ગુજરાત સરકાર વતી આભાર વ્યકત કરેલ.,

  અહીંના પ્રીમિયર શો ને રિસ્પોન્સ મળ્યો ટી જોઈને અગ્નિહોત્રી તથા પલ્લ્વીબિન ભાવવિભોર થઇ ગાયેલ, આ શો માં જઈ સોશ્યલ સંઘના પ્રમુખ કાઉન્સેલર જનરલ (મ્યાંમાર તથા બાંગ્લાદેશ ) તથા અહીંના કોંગ્રેસમેન વગેરેએ પણ ફિલ્મ જોઈ ખુબ ઊંચો અભિપ્રાય વ્યક્ત કરેલ,

આ ઉપરાંત ચંદ્રયાનનું લેન્ડિંગ કોરોના વેક્સિનની સફળતા માટે બધાએ india can do ,india can do ,;'ના નારા લાગાવેલ.vaaccine war 'મુવી ખરેખર ઓસ્કાર એવોર્ડને લાયક છે તેએવું બધાનું માનવું હતું

 

(1:11 pm IST)