Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પાકિસ્તાનમાં હિન્દુ યુવતિ નમ્રતા કુમારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ શંકાસ્પદઃ યુવતિએ આત્મહત્યા કરી હોવાના રિપોર્ટ પ્રત્યે ખુદ કરાચીના હેલ્થ ડીપાર્ટમેન્ટએ શંકા વ્યકત કરીઃ સ્થાનિક સમાચાર પત્ર 'ડોન ન્યુઝ'નો અહેવાલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શંકાસ્પદ હાલતમાં હિન્દુ યુવતિના મળી આવેલા મૃતદેહના પોસ્ટ મોર્ટમમાં તેહો આત્મહત્યા કરી હોવાનું જણાવાયુ છે. પરંતુ ખુદ કરાંચીના સ્વાસ્થ્ય ડીપાર્ટમેન્ટના મંતવ્ય મુજબ યુવતિનું મોત  તેનું ગળુ ઘોંટી નાખવાથી થયું હોવાનું જણાય છે.

ઉલ્લેખનીય છે કે ભુટો મેડીકલ યુનિવર્સિટીમાં  છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતિ નમ્રતા કુમારીની લાશ તેના હોસ્ટેલના રૂમના પંખામાં લટકાયેલી મળી આવી હતી. જેના પોસ્ટ રિપોર્ટમાં સ્થાનિક ન્યુઝ પેપર ડોન ન્યુઝના અહેવાલમાં દર્શાવ્યા મુજબ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં અમુક બાબતોની અળગણના કરાઇ છે. જે મુજબ મૃતક યુવતિના શરીર ઉપર ઘાના નિશાન હતાં જે દર્શાવે છે કે તેની હત્યા થઇ છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લઘુમતિ કોમ હિન્દુઓની યુવતિઓના છાશવારે અપહરણ કરી ધર્માતર કરાવાય છે તથા ફરજીયાત શાદી કરવા મજબૂર કરાવાના બનાવો છાશવારે બની રહ્યા છે. તેવા સંજોગોમાં ઉપરોકત મેડીકલ સ્ટુડન્ટ યુવતિના મૃત્યુએ શંકાના વાદળો ઘેરાયા હોવાનું જાણવા મળે છે.

(9:25 pm IST)
  • ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ થવા અંગે સુપ્રીમ કોર્ટે લગાવી સરકારને ફટકાર : સુપ્રીમ કોર્ટે પુછ્યું 'સફાઈ કામદારોને ઓક્સિજન સિલિન્ડર કેમ ઉપલબ્ધ કરાવાતા નથી?' કોર્ટે પુછ્યું કે,"તમે આ માટે શું કર્યું છે? કોર્ટે જણાવ્યું કે, આ દેશમાં અસ્પૃશ્યતાનું આજે પણ ચલણ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની સફાઈ ગતિવિધિઓમાં સામેલ લોકો સાથે રહેવા માગતું નથી. બેન્ચે જણાવ્યું કે, આ સ્થિતિમાં સુધારો કરવો જોઈએ. access_time 8:42 am IST

  • બીએસએનએલના યુનિયનોની ચૂંટણીમાં મત ગણત્રી ચાલુઃ ગુજરાતના ૧૮ જીલ્લામાં ૯માં એનએફટીઈ યુનિયનનો વિજયઃ ગુજરાતમાં ગણત્રી પુરી, હજુ દેશભરમાંથી રીઝલ્ટ આવ્યા બાદ ફાઈનલ ચિત્ર સાંજે જાહેર થશે access_time 3:58 pm IST

  • લોકસભા ચૂંટણીમાં કારમાં પરાજય બાદ રાહુલ ગાંધીની સક્રિયતામાં ઘટાડો : કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યા પછી રાજનીતિથી દૂર થયા : માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીના હાથમાં બાગડોર હોવાનું તારણ access_time 8:43 am IST