Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

" જ્યાં વસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત : કેનેડામાં ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના ઉપક્રમે 5 ઓક્ટો 2019 ના રોજ નવરાત્રી ઉત્સવ ઉજવાશે : બ્રેમ્પટોન મુકામે થનારી ઉજવણીમાં નિલેશ પરમાર તથા ફોરમ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

બ્રેમ્પટોન :  કેનેડામાં પણ ગુજરાતની સંસ્કૃતિનું જતન કરતી સંસ્થા  ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના ઉપક્રમે  5 ઓક્ટો 2019 ના રોજ બ્રેમ્પટોન મુકામે સોસર સેન્ટર ખાતે નવરાત્રી ઉત્સવ ઉજવાશે જેમાં નિલેશ પરમાર તથા ફોરમ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

શરદ પૂનમ ઉત્સવ 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે જેમાં રવિન નાયક તથા ટિમ રાસ  ગરબાની રમઝટ બોલાવશે

ટિકિટ સ્પોન્સરશિપ સહિતની વિશેષ માહિતી શ્રી અખિલ શાહ (647) 203-4411દ્વારા મળી શકશે તેવું જાણવા મળે છે.

(12:35 pm IST)
  • લોકસભા ચૂંટણીમાં કારમાં પરાજય બાદ રાહુલ ગાંધીની સક્રિયતામાં ઘટાડો : કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યા પછી રાજનીતિથી દૂર થયા : માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીના હાથમાં બાગડોર હોવાનું તારણ access_time 8:43 am IST

  • ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ થવા અંગે સુપ્રીમ કોર્ટે લગાવી સરકારને ફટકાર : સુપ્રીમ કોર્ટે પુછ્યું 'સફાઈ કામદારોને ઓક્સિજન સિલિન્ડર કેમ ઉપલબ્ધ કરાવાતા નથી?' કોર્ટે પુછ્યું કે,"તમે આ માટે શું કર્યું છે? કોર્ટે જણાવ્યું કે, આ દેશમાં અસ્પૃશ્યતાનું આજે પણ ચલણ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની સફાઈ ગતિવિધિઓમાં સામેલ લોકો સાથે રહેવા માગતું નથી. બેન્ચે જણાવ્યું કે, આ સ્થિતિમાં સુધારો કરવો જોઈએ. access_time 8:42 am IST

  • INX મીડિયા કેસ : પી. ચિદમ્બરમને હજુ જેલમાં રહેવું પડશે : ૩ ઓકટોબર સુધી જેલવાસ લંબાયો access_time 4:01 pm IST