Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

યુ.એસ.માં IHCNJના ઉપક્રમે દુર્ગા મંદિર, પ્રિન્‍સેટોન મુકામે ફ્રી હેલ્‍થફેર યોજાયોઃ ૪૦ વર્ષથી વધુ વયના, વીમો નહીં ધરાવતા, અથવા ઓછો ધરાવતા ૧૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધોઃ આગામી હેલ્‍થફેર ૩ નવેં.૨૦૧૯ના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર સિકોસસ મુકામે યોજાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૫ સપ્‍ટેં. ૨૦૧૯ રવિવારના રોજ દુર્ગા મંદિર, પ્રિન્‍સેટોન મુકામે ફ્રી હેલ્‍થ ફેર યોજાઇ ગયો. જેનો ૧૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

વિવિધ દર્દોના નિદાન તથા રોગો ન થાય તે માટે રાખવાની થતી જાગૃતિ અંગે માર્ગદર્શન આપવા યોજાયેલા આ કેમ્‍પમાં ૪૦ વર્ષથી વધુ વયના તથા વીમો નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા દર્દીઓનું નિદાન કરી અપાયુ હતું. જેમાં બ્‍લડ ટેસ્‍ટ EKG, વિઝન સ્‍ક્રિનિંગ ફોર ગ્‍લુકોમા, ડાયાબિટીક રેટિનોયથી ફીઝીકલ એકઝામિનેશન, કાર્ડિયોલોજી, ફીઝીકલ થેરાપી, વિવિધ પ્રકારના કેન્‍સર સહિતના રોગોના નિદાન સાથે રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત HIV ટેસ્‍ટીંગ, સ્‍ટ્રોક અએજ્‍યુકેશન, ડાયેટ્રી કાઉન્‍સેલીંગ ફાર્મસી કાઉન્‍સેલીંગ, મેન્‍ટલ હેલ્‍થ સ્‍ક્રિનીંગનો ઉપસ્‍થિત ૧૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

કેમ્‍પમાં સેવાઓ આપવા ફીઝીશીઅન્‍શ નિષ્‍ણાંત તબીબો, ડેન્‍ટીસ્‍ટસ, મેન્‍ટસ હેલ્‍થ સેવાઓ આપતા તબીબો, ન્‍યુરોલોજી સ્‍પેશીઆલીસ્‍ટસ, ગાયનેકોલોજીસ્‍ટસ, EKG  ટેકનીશીઅન્‍શ, મેડીકલ આસીસ્‍ટન્‍ટસ, નર્સીસ, સોશીઅલ વર્કર્સ મેડીકલ સ્‍ટુડન્‍ટસ સહિત તમામ ફેકલ્‍ટીના નિષ્‍ણાંતોનો સમાવેશ કરાયો હતો.

બ્‍લડ ટેસ્‍ટ રિપોર્ટ ફીઝીશીઅનની નોંધ સાથે દર્દીને મોકલી અપાશે. આ તકે ન્‍યુજર્સી કમિશન ફોર બ્‍લાઇન્‍ડ એ આંયોના નિદાન સાથે અંધાયો દૂર કરવાના હેતુથી સેવાઓ આપી હતી. બ્‍લડ ટેસ્‍ટ સેવાઓ એકયુરેટ ડાયેગ્નોસ્‍ટિક લેબ.ના શ્રી રૂપેન પટેલએ આપી હતી.

ઇન્‍ડિયન હેલ્‍થકેમ્‍પ ઓફ ન્‍યુજર્સીના કમિટી મેમ્‍બર્સ, સ્‍ટુડન્‍ટસ તથા વોલન્‍ટીયર્સએ નિસ્‍વાર્થ ભાવે સેવાઓ આપી હતી. દુર્ગા મંદિરના સંચાલકો તથા ટ્રસ્‍ટી અને અગ્રણી કોમ્‍યુનીટી ફીઝીશીઅન ડો.રાજેશ સચદેવએ સહયોગ આપ્‍યો હતો. ઉપરાંત સાઉથ બ્રન્‍સવીક લિઓ કલબ સ્‍ટુડન્‍ટસ, તથા પ્રિન્‍સેટોન વિઝનરી લાયન્‍સ કલબએ કેમ્‍પને સફળતા પૂર્વક સંપન્‍ન કરાવવા સેવાઓ આપી હતી.

આગામી આ વર્ષનો છેલ્લો હેલ્‍થ કેમ્‍પ ૩ નવેં.૨૦૧૯ રવિવારના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર ૨૦૧, પેનહોમ એવન્‍યુ, સિકોસ્‍સ મુકામે યોજાશે. જે અંગેની વિગત ટુંક સમયમાં WWW.IHCNJ.org ગુજરાત  દર્પણ, તથા તિરંગા મેગેઝીન દ્વારા મુકાશે. જે માટેના રજીસ્‍ટ્રેશન ફોર્મ ૨૫ ઓકટો.૨૦૧૯ સુધીમાં મોકલી દેવાના રહેશે. તેવું ડો.તુષાર પટેલની યાદી જણાવે છે.

(10:24 pm IST)