Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ભારતના જરૂરીયાતમંદ બાળકોને શિક્ષિત કરી પગભર કરતાં ''પ્રથમ ઓર્ગેનાઇઝેશન''ની રજત જયંતિઃ ૧૯૯૫ની સાલમાં સ્થપાયેલ 'પ્રથમ'ના ૨૫મા વર્ષની આજ ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ ન્યુયોર્કમાં ઉજવણી કરાશેઃ ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર.રહેમાન હાજરી આપી ચેરીટી ભેગી કરવામાં મદદરૂપ થશે

ન્યુયોર્કઃ ભારતના જરૂરીયાતમંદ બાળકોને શિક્ષિત કરી પગભર કરવા કાર્યરત 'પ્રથમ' ઓર્ગેનાઇઝેશનની ૨૫મી વાર્ષિક જયંતિ આજ ૧૪ સપ્ટેં.૨૦૧૯ના રોજ અમેરિકાના ન્યુયોર્કમાં ઉજવાશે. જેમાં ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતીય મ્યુઝીશીઅન એ.આર.રહેમાન હાજરી આપશે તથા ચેરીટી ભેગી કરવામાં મદદરૂપ થશે.

૧૯૯૫ની સાલમાં સ્થપાયેલ પ્રથમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાઇ રહેલી રજત જયંતિ પ્રસંગે પ્રથમના ECO ડો.રૂકમણી બેનરજી પ્રાસંગિક ઉદબોધન કરશે. તથા પ્રથમની કામગીરીનો અહેવાલ આપશે.

(9:12 pm IST)