Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અમેરિકાના કનેકટીકટ ન્યુ ઇંગ્લાંડમાં રર સપ્ટે. ર૦૧૮ ના રોજ સૌ પ્રથમવાર ભારતના લોકપ્રિય ''નવરાત્રિ ગરબા'' ની રમઝટ બોલશેઃ વડોદરાના વિખ્યાત સિંગર આચલ મહેતા તથા તેમની ટીમ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

કનેકટીકટઃ અમેરિકાના કનેકટીકટ ન્યૂ ઇંગ્લાંડમાં સૌપ્રથમવાર ભારતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ બહુ મોટા પાયે ઉજવવાનું આયોજન કરાયું છે.

વડોદરાના વિશ્વ વિખ્યાત સુશ્રી આચલ મહેતા તથા તેમના ગ્રૃપના ઉપક્રમે આઠ હજાર લોકોની કેપેસીટી ધરાવતા ન્યુબ્રિટન ફુટબોલ સ્ટેડીયમ, ર૩૦ જોહન કાર્બોનિક વે ન્યુ બ્રિટન કનેકટીકટ મુકામે રર સપ્ટે. ર૦૧૮ શનિવારના રોજ આઉટ ડોર ગરબાનું આયોજન કરાયું છે. સાંજે ૬ વાગ્યાથી શરૃ થનારા આ દરબાની રમઝટ મધ્યરાત્રિ સુધી ચાલશે. જેમા સુશ્રી આચલ મહેતા તથા તેમની ટીમ ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે તથા સહુને જાણે કે તેઓ ભારતમાં જ હોય તેવો અનુભવ કરાવશે.

રાસ ગરબાની રમઝટ માણવાની સાથે ઉપસ્થિતો આ મેદાનમાં ઉભા કરાવેલા વિવિધ બુથની મુલાકાતનો પણ લાભ લઇ શકશે. જેમાં સ્ટ્રીટ ફૂડ, ડ્રેસીઝ શોપીંગ બુથ્સ, જવેલરી સહિતના બુથ્સનો સમાવેશ થશે.

તેથી સૌપ્રથમવાર ન્યુ ઇંગ્લાંડમા ઉજવાનારા આ ગરબા મહોત્સવનો લાભ લેવા તમામને અનુરોધ કરાયો છે. જે માટે જનરલ પ્રવેશ ફી ૧ર ડોલર રાખવામાં આવી છે. તથા ફ્રી પાર્કીગની સુવિધા કરવામાં આવી છે. આ ટિકિટ અગાઉથી મેળવી લેવાની રહેશે. સ્થળ ઉપર તેની કિંમત  ૧પ ડોલર થશે. આઇ.ડી.કાર્ડ સાથે આવેલ સ્ટુડન્ટસ માટે પ્રવેશ ફી ૧૦ ડોલર રાખવામાં આવી છે. તેમજ પરિવાર સાથે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરાઇ છે.

ઓનલાઇન ટિકિટ મેળવવા માટે www.hungamacity.navratrigarbact ર૦૧૮ દ્વારા સંપર્ક સાધવા જણાવ્યું છે. બુથ રાખવા માટે સંપર્ક સાધવા જણાવાયું છે.

ટિકિટ મેળવવા માટે પટેલ ફુડસ માન્ચેસ્ટર કનેકટીકટ 860-645-6100,  ઇન્ડિયા બજાર સાઉથીંગ્ટોન કનેકટીકટ 860-863-5244,  એશિયન ગ્રેાસર્સ ક્રોમવેલ કનેકટીકટ 860-632-2262 , ભારત બજાર ઓરેન્જ કનેકટીકટ 203-298-4050,  પટેલ બ્રધર્સ નોર્વાક  કનેકટીકટ 203-939-1777, ઇન્ડિયન ફુડસ  એન્ડ સ્પાઇસ ડેનબરી કનેકટીકટ (203) 730-0076 દ્વારા સંપર્ક સાધી શકાશે.

બુથ, સ્પોન્સરશીપ તથા વિશેષ માહિતી માટે શ્રી રાજીવ દેસાઇ 860-796-2162, શ્રી રાહુલ દેસાઇ 860-919-2560  અથવા શ્રી સંજય શાહનો કોન્ટેકટ નં.  860-729- 8921 દ્વારા સંપર્ક સાધવા વલ્લભધામ/ વૈષ્નવ પરિવાર ઓફ કનેકટીકટની યાદીમાં જણાવાયું છે.

(10:40 pm IST)
  • શેરબજારમાં ચાલુ સપ્તાહે માઠીઅસર :ત્રણ દિવસમાં રોકાણકારોની અબજોની સંપત્તિ ઘટી :બુધવારે સેન્સેક્સ 169.45 પોઈન્ટ,જ્યારે નિફ્ટી 44.55 પોઈન્ટના ઘટાડા સાથે અનુક્રમે 37,121.22 અને 11,234.35 પર બંધ :આંકડા મુજબ સપ્તાહના ત્રણ દિવસોમાં રોકાણકારોની સંપત્તિમાં 3.62 લાખ કરોડનો ખાડો પડ્યો : સેન્સેક્સ લગભગ બે મહિનાના નિચલા સ્તરે : બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની સંપત્તિ શુક્રવારથી 3 લાખ 62 હજાર 357.15 કરોડ રૂપિયા ઘટી 1 કરોડ 52 લાખ 73 હજાર 265 કરોડ રૂપિયા રહીં access_time 1:04 am IST

  • વલસાડમાં વિધર્મી યુવકે સોશીયલ મીડિયામાં હિંદુધર્મ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરતા બબાલ: રોષે ભરાયેલા સ્થાનિકોએ વિવાદિત પોસ્ટ કરનાર યુવકને જાહેરમાં ચપ્પલનો હાર પહેરાવી ફેરવ્યો: ઘટનાની જાણ થતા પોલીસ દોડી :યુવકને પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરી: વિવાદ વધતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા:ઘટનાની જાણ થતાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ સીટી પોલીસ સ્ટેશન દોડ્યા access_time 12:16 am IST

  • ર૧મીથી મધ્યાહન ભોજનના હજારો કર્મચારીઓની રાજયવ્યાપી હડતાલ : કાલે રાજકોટમાં પત્રકાર પરિષદ : લાખો ભૂલકાઓ ભોજન વિના ટળવળશે... : ર૧મીથી મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની રાજકોટ સહિત રાજય વ્યાપી બેમુદતી હડતાલ : ઓછુ મહેનતાણુ કામના કલાકો-અપુરતો પૂરવઠો સહિતની બાબતે એલાને જંગ રસોયા અને મદદનીશો પણ જોડાશેઃ રાજકોટના ૧ લાખ સહિત રાજયભરના લાખો બાળકોને ભોજન વીના રહેવું પડશે : કાલે પત્રકાર પરીષદ access_time 4:01 pm IST