Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સજાતીય સેકસ ધરાવતા જીવનસાથીને પણ વીઝા આપવાનો હોંગકોંગ સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ વિદેશી બુદ્ધિધનને આવકારવાનો હેતુ

હોંગકોંગઃ  હોંગકોંગ સરકારે સજાતીય સેકસ ધરાવતા જીવનસાથીને  પણ વીઝા આપવનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

જયારે પોતાના ઉપર આધારિત પરિવાનાર લોકો માટે વિદેશી નાગરિક વીઝાની માંગણી કરે ત્‍યારે તે સજાતિય હોવા છતાં તેને ઉપર આધારિત જીવનસાથી અથવા પરિવારને પણ વીઝા અપાશે.

આથી હવે સજાતીય  સંબંધો ધરાવતા દંપતિ, તથા આવા લોકોના યુનિયન, લગ્ન, અથવા વિજાતીય સેકસ ધરાવતા યુનિયન સહિતના વિદેશીઓને માન્‍યતા આપવાનું હોંગકોંગ સરકારે નકકી કર્યુ છે. જેનો હેતુ વિદેશી બુદ્ધિમતાને આવકારવાનો છે. 

આ માટે  આશ્રિત માટે વીઝાની  માંગણી કરનાર વ્‍યકિત હોંગકોંગનો કાયદેસરનો નાગરિક હોવો જરૂરી છે. તથા આ આશ્રિતના રહેણાંક તેમજ ભરણપોષણ માટે સક્ષમ હોવો પણ જરૂરી છે.

આમ હવે હોંગકોંગ સરકારે લેસ્‍બિયન, ગે, બાઇસેકસ્‍યુઅલ, તથા ટ્રાન્‍સઝેન્‍ડરને માન્‍યતા આપી દીધી છે.

(11:11 pm IST)