Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ દૂર કરાતાં અમેરિકાના ન્યૂજર્સીમાં જશ્નનો માહોલ : 21 ઓગસ્ટના રોજ BJP સેક્રેટરી કૈલાસ વિજયવર્ગીયની હાજરીમાં " સ્વાભિમાન દિવસ " ઉજવાશે : બાદમાં ડિનર પાર્ટી

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી :  જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35 મી કલમ દૂર કરાતાં અમેરિકાના ન્યૂજર્સીમાં જશ્નનો માહોલ સર્જાયો છે.જેની ઉજવણી " સ્વાભિમાન દિવસ " તરીકે  કરવાનું આયોજન કરાયું છે. 21 ઓગસ્ટ 2019 ના રોજ TVAsia ,76 ,નેશનલ રોડ ,એડિસન ન્યુજર્સી મુકામે થનારી ઉજવણીનો સમય સાંજે 6 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

આ તકે મુખ્ય અતિથિ તથા વક્તા તરીકે ભારતના રાષ્ટ્રીય કક્ષાના  BJP સેક્રેટરી કૈલાસ વિજયવર્ગીયને આમંત્રિત કરાયા છે.

ઉજવણીના આયોજકો તરીકેની કમિટીમાં શ્રી અરવિંદ પટેલ ,શ્રી ધર્મેન્દ્ર શર્મા ,શ્રી દીપેન્દ્ર સિંઘ ,શ્રી કલ્પેશ શાહ ,શ્રી ક્રિષ્ના રેડ્ડી ,શ્રી જયેશ પટેલ ,તથા શ્રી અમિત જાનીનો સમાવેશ થાય છે.

વિશેષ માહિતી માટે શ્રી દીપેન્દ્ર સિંઘ 201-275-5947 અથવા શ્રી સુભાષભાઈ શાહનો કોન્ટેક ન.732-404-0096 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(1:21 pm IST)
  • પાકિસ્તાની સ્કોલર, લેખિકા અને સંરક્ષણ બાબતોની નિષ્ણાત આયેશા સિદ્દીકાએ પાકિસ્તાન અને તેની સેનાને અરીસો દેખાડતા કાશ્મીરને ભૂલી જવાની શિખામણ આપી:ભારતને યુદ્ધ માટે લલકારતા પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિની પોલ તેના જ દેશની મહિલા સ્કોલરે ઉઘાડી પાડી access_time 9:14 am IST

  • દેશના નેશનલ હાઇવે ઉપર ૧૪૦૦ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે : હાઇવે પર થતા અકસ્માતોમાં: તાત્કાલીક સારવાર મળે તે માટે સુવિધા : મોદી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની નિતિન ગડકરીએ જાહેરાત કરી : દેશના નેશનલ હાઇવે પર ૧૪૦૦ એમ્બ્યુલન્સ તૈનાત રાખવાની તૈયારીઃ દર ૫૦ કિલો મીટરના અંતરે એક એમ્બ્યુલન્સ રાખવાની તૈયારીઃ હાઇવે પર સુરક્ષા વધારવા માટે રોડ સેફટી બોર્ડની રચના કરાશે access_time 3:53 pm IST

  • કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત : હિમાલય તથા ઉત્તરાંચલમાં ભારે વરસાદના કારણે લેવાયેલો નિર્ણય : દિલ્હીથી આજરોજ રવાના થનારી 18 મી ટુકડીને રોકી દેવાઈ access_time 8:17 pm IST