Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

''યુથ સ્કોલરશીપ એવોર્ડ'': ઇન્ડિયન અમેરિકન હાઇસ્કૂલ સ્ટુડન્ટ રિતિગા રવિચંદ્રનને ૨૦૧૯ની સાલ માટે અપાયેલો એવોર્ડઃ સ્ટાર્ટ અપના માધ્યમથી વ્યાવસાયિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ડો.ફિલીપ્સ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી કદર

ફલોરિડાઃ યુ.એસ.માં ઓર્લાન્ડો ફલોરિડા ખાતેની હાઇસ્કુલ સ્ટુડન્ટ ઇન્ડિયન અમેરિકન રિતિગા રવિચંદ્રનને ડો.ફિલીપ્સ ચેમ્બર ઓફ કોમર્સનો ૨૦૧૯ની સાલનો યુથ સ્કોલરશીપ એવોર્ડ એનાયત કરાયો છે.

એક હજાર ડોલરનું ઇનામ ધરાવતો આ એવોર્ડ ફિલીપ્સ હાઇસ્કુલમાં અભ્યાસ કરતી ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ રિતિકાને વ્યાવસાયિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા તરફ લક્ષ્ય આપવા બદલ આપવામાં આવ્યો છે. જે સ્ટાર્ટ અપ બિઝનેસ ક્ષેત્રે નવીનીકરણના હેતુ સાથે અપાયો છે. જે સાઉથ ઇન્ડિયન સ્વીટ વડા માટે પસંદગી પામ્યો છે.

(8:22 pm IST)