Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ઇન્ડિયન અમેરિકન લોયર મહિલા સુશ્રી પ્રિયા ઐયરનો દબદબોઃ દરરોજની ૬૮૦૦ ફલાઇટ ધરાવતી, ૬૧ દેશોમાં ઉડયન કરતી, ૧ લાખ ૩૦ હજારના સ્ટાફ સાથેની અમેરિકન એરલાઇન્સના વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણુંક

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી પ્રિયા ઐયરની અમેરિકન એરલાઇન્સના સિનીઅર વાઇસ પ્રેસિડન્ટ તથા જનરલ કાઉન્સેલ તરીકે થઇ છે. તેવું અમેરિકન એરલાઇન્સએ ૫ ઓગ.૨૦૧૯ના રોજ જાહેર કર્યુ છે.

સુશ્રી પ્રિયા આ અગાઉ પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના વહીવટી તંત્રમાં જવાબદારી સંભાળી ચૂકયા છે. જેઓ આ વર્ષે ઉપરોકત હોદા ઉપરથી નિવૃત થઇ રહેલા પાઉલ જોન્સનું સ્થાન સંભાળશે. તેઓ પલે લો સ્કૂલના ગ્રેજ્યુએટ છે. તથા ઓકસફર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીની ડીગ્રી ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન એરલાઇન્સ દરરોજની ૬૮૦૦ ફલાઇટસ સાથે ૬૧ દેશોમાં ૩૬૫ મથકો ધરાવે છે. તેમજ ૧ લાખ ૩૦ હજારનો સ્ટાફ ધરાવે છે. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

 

(7:32 pm IST)