Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અમેરિકાના એટલાન્ટામાં માતા અમૃતાનંદ દેવી (અમ્મા)ની પધરામણીઃ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ દર્શન,સત્સંગ,મેડીટેશન,પ્રાર્થના, મ્યુઝીક,ડાન્સ, તથા વૈદિક મંત્રોચ્ચારનો લાભ લીધો

એટલાન્ટાઃ નોર્થ અમેરિકાના ૧૦ શહેરોના પ્રવાસ દરમિયાન ૨૮ તથા ૨૯ જુન ૨૦૧૯ના રોજ માતા અમૃતાનંદમયી દેવી (અમ્મા)એ એટલાન્ટામાં પધરામણી કરી હતી.

માતાના દર્શન કરી તેમને ભેટવા તથા તેમની કરૂણા અને આશિર્વાદનો લાભ લેવા વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.જેમાં એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ ડો.સ્વાતિ વિજય કુલકર્ણીનો પણ સમાવેશ થતો હતો. જેમણે માતા સાથેના આલિંગન બાદ તેમને વસુધૈય કુટુંબકમની ભાવનાનો પ્રસાર કરનારા ગણાવ્યા હતા.

ઉપસ્થિતોએ માતાના દર્શનની સાથોસાથ સત્સંગ,ભજન,મેડીટેશન,તથા પ્રાર્થનાનો લાભ મેળવ્યો હતો. મ્યુઝીક,ડાન્સ, તથા વૈદિક મંત્રોચ્ચારના આયોજનો કરાયા હતાં. જે સાથે વિશ્વ શાંતિનો સંદેશ ફેલાયો હતો. તેવું NRI Pulse દ્વારા જાણવા મળે છે.

 

(7:31 pm IST)