Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

યુ.એસ.ના ટેમ્પા ફલોરિડામાં ડો. કિરણ સી. પટેલના નામથી નવી હાઇસ્કુલ ખુલ્લી મુકાઇઃ ભાવિ પેઢીને ર૧મી સદીના જ્ઞાનથી સજજ કરવાનો હેતુઃ ૧ર ઓગ. ર૦૧૯ થી શરૂ કરાયેલી હાઇસ્કુલ માટે ર૦ મિલિયન ડોલરનું ડોનેશન આપવાની ડો. પટેલની ઘોષણા

 

ંફલોરિડાઃ  યુ.એસ.ના ટેમ્પા ફલોરિડામાં ઇન્ડિયન અમેરિકન કાર્ડિયોલોજીસ્ટ, બીઝનેસમેન, તથા દાનવીર ડો. કિરણ સી.પટેલના નામથી નવી હાઇસ્કુલનું નિર્માણ કરાયુ છે. જેમાં થી ૧ર ગ્રેડ સુધીના સ્ટુડન્ટસને ર૧મી સદી સાથે જોડવા તથા શિક્ષણથી સજજ કરવા જહેમત ઉઠાવાશે. જે મા ગ્રેડના ૩૦૦ સ્ટુડન્ટ સહિત ૧ર માં ગ્રેડ સુધીના ૬૦૦ સ્ટુડન્ટસની ક્ષમતા સાથે ૧ર ઓગ. ર૦૧૯ થી ખુલ્લી મુકાઇ છે. સ્કુલ માટે ડો. પટેલએ ર૦ મિલીયન ડોલરનું ડોનેશન આપવાની ઘોષણા કરી છે.

ઉલ્લેખનીય છે કે ૧૯પ૦ ની સાલમાં ઝામ્બિઆમાં જન્મેલા તથા ભારત અને અમેરિકામાં અભ્યાસ કરી કાર્ડિયોલોજીસ્ટ બનેલા ડો. કિરણ પટેલએ વિવિધ ક્ષેત્રે ભારત, અમેરિકા તથા આફિક્રામાં ડોનેશન આપેલા છે. તેમણે ડો. પલ્લવી પટેલ, સાથે લગ્ન કરેલા છે. તથા દંપતિ સમાજ સેવા માટે સતત કાર્યરત રહે છે તેવું UNN દ્વારા  જાણવા મળે છે.

(10:07 pm IST)