Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

અમેરિકાના ન્યુજર્સી ગવર્નર ફીલ મુર્થી સપ્ટે. માસમાં ભારતની મુલાકાત લેશેઃ સાત દિવસના રોકાણ દરમિયાન ૬ શહેરોનો પ્રવાસ કરશેઃ આર્થિક, સાંસ્કૃતિક તથા એજયુકેશનલ આદાનપ્રદાનનો હેતુ

ન્યુજસીઃ અમેરિકાના ન્યુજર્સી ગવર્નર ફીલ મુર્થી આગામી સપ્ટે. માસમાં ભારતની મુલાકાત લેશે. ઇકોનોમિક મિશન સાથેની તેમની આ સત્તાવાર મુલાકાત સાત દિવસની હશે. જે દરમિયાન તેઓ ભારતના ૬ શહેરોનો પ્રવાસ કરશે. જેમાં દિલ્હી, આગ્રા, હૈદરાબાદ, મુંબઇ, અમદાવાદ તથા ગાંધીનગરનો સમાવેશ થાય છે.

યુ.એસ.ના ન્યુજર્સીમાં એશિયન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના રપ મા વર્ષની ઉજવણી નિમિતે ૧પ જુલાઇના રોજ યોજાયેલા ભોજન સમારંભમાં તેમણે ઉપરોકત  ઘોષણા કરી હતી.

ભારતની મુલાકાત દરમિયાન તેઓ નકકી કરેલા ૬ શહેરો સાથે આર્થિક, સાંસ્કૃતિક તથા એજયુકેશનલ આદાન પ્રદાન માટે વાટાઘાટો કરશે.

(9:09 pm IST)