Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અમેરિકાની ફુડ એન્ડ ડ્રગ્સ કમિટીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.અર્ચના ચેટરજીને સ્થાન

સાનફોર્ડઃ યુ.એસ.ના ફુડ એન્ડ ડ્રગ્સ એડમિનીસ્ટ્રેશન વિભાગની વેકસીન એન્ડ રિલેટેડ બાયોલોજીકલ પ્રોડકટસ એડવાઇઝરી કમિટીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.અર્ચના ચેટરજીની નિમણુંક થઇ છે.

ડો.ચેપ્ટરજી યુનિવર્સિટી ઓફ સાઉથ ડાકોટાની સાનફોર્ડ સ્કુલ ઓફ મેડિસીના ડીપાર્ટમેન્ટ ઓફ પિડીયાટ્રીકસમાં ચેર તરીકે સેવાઓ આપે છે. તેઓ લોકોને સલામત તથા અસરકાર રસી અપાવવા કાર્યરત રહેશે. તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ વતી દવાઓનું પૃથકકરણ કરશે. તેઓ ૩૧ જાન્યુ.૨૦૨૩ સુધી હોદો સંભાળશે.

તેમણે ભારતની પૂના યુનિવર્સિટીની આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજમાંથી મેડીકલ ડીગ્રી મેળવેલી છે. તથા નેબરાસ્કા મેડીકલ સેન્ટરમાંથી ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

(8:44 pm IST)
  • ૬૦૦ કરોડનું હેરોઇન ઝડપાયું : દિલ્હી પોલિસના સ્પેશ્યલ સેલે ૬૦૦ કરોડની કિંમતનું ૧પ૦ કિલો હેરોઇન ઝડપી લીધું છે. પાંચ શખ્સોની ધરપકડ કરી છે access_time 1:02 pm IST

  • સોનભદ્ર જવા પ્રિયંકા મક્કમ :જમીન લેવા કર્યો ઇન્કાર :કહ્યું જેલમાં જઈશ ;સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જતા પ્રિયંકા ગાંધીના કફલને અટકાવ્યો :નારાયણપુરા પોલીસ સ્ટેશન પાસે પ્રિયંકાના કાફલાને રોક્યો access_time 1:29 am IST

  • રાજદ્રોહના આરોપસર MDMK લીડર તથા સાંસદ વાઇકોને ફરમાવાયેલી 1 વર્ષની જેલસજા કામચલાઉ મોકુફ : મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો access_time 8:44 pm IST