Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

''ફાધર્સ ડે'' : યુ.એસ.માં તામિલનાડુ ફાઉન્ડેશન હયુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ૩૦ જૂનના રોજ કરાયેલી ઉજવણી

હ્યુસ્ટનઃ યુ.એસ.માં તામિલનાડુ ફાઉન્ડેશન હ્યુસ્ટન ચેપ્ટરના ઉપક્રમે ૩૦ જૂન ૨૦૧૯ન રોજ સુગરલેન્ડ મેમોરીઅલ પાર્ક , સાઉથ મિડો પેવેલિઅન ખાતે ''ફાધર્સ ડે''  ઉજવાઇ ગયો.

આ દિવસે ફાધરને પરિવારના વટવૃક્ષ સમાન ગણાવાયા હતા. જેમની છત્રછાયા તથા માર્ગદર્શનનો લાભ સમગ્ર પરિવારને મળે છે. તેમ જણાવાયુ હતુ.

પ્રસંગે અનુરૂપ પ્રાર્થના કરાઓકે સોગ્સ, વકૃત્વ સ્પર્ધા , સમુહ ભોજન સહિતના આયોજનો કરાયા હતા. જેમાં ૮૦ જેટલા પરિવારો હાજર રહ્યા હતા. તેવુ IAN દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)