Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઇન્ડિયન અમેરિકન હસમુખ પટેલના હત્યારા ક્રિસ્ટોફર યંગને ફાંસી : 2004 ની સાલમાં સ્ટોરમાં લૂંટફાટ કર ગોળી મારી હત્યા કરી હતી :ક્ષમા દાનની અપીલ ફગાવી દેવાઈ

હ્યુસ્ટન: 2004 ની સાલમાં ટેક્સાસના એન્ટોનિઓ મુકામે સ્ટોરમાં લૂંટફાટ કરવા આવેલા યુવાને ગુજરાતી મૂળના 50 વર્ષીય હસમુખ પટેલ ઉપર ગોળીબાર કરી તેમની હત્યા કરી નાખી હતી.જેના ચુકાદારૂપે ટેક્સાસ કોર્ટએ 34 વર્ષીય આરોપી યુવાન ક્રિસ્ટોફર યંગને મંગળવારે ફાંસી ની સજા કરી દીધી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ મામલે એક સ્થાનિક કોર્ટે 2006માં ક્રિસ્ટોફરને મોતની સજા સંભળાવી હતી. ક્રિસ્ટોફરના સંબંધીઓ અને વકીલોએ તેને ક્ષમાદાન અપાવવા ગયા મહિને એક અભિયાન શરૂ કર્યું હતું  ક્રિસ્ટોફર માટે ક્ષમાદાનની અપીલ કરી હતી   હસમુખ પટેલના પુત્ર મિતેશે (36) પણ તેનું સમર્થન કર્યું હતું પરંતુ ટેક્સાસ બોર્ડ ઑફ પાર્ડન એન્ડ પેરોલે આ અપીલ ફગાવી દીધી હતી.

    - ત્યારબાદ મંગળવારે ક્રિસ્ટોફરને ફાંસી આપી દેવાઇ. મિતેશે અપીલમાં કહ્યું હતું કે, ‘ક્રિસ્ટોફરને ફાંસી આપવાથી કોઇ હકારાત્મક અસર નહીં પડે. મેં અને તેણે બહુ નાની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું. હું તેની દીકરીથી તેના પિતા છીનવાય તે નથી જોઇ શકતો.’

(12:00 am IST)
  • આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકારનું દબાણ:રાજ્ય સરકારના પગલાં અને નિર્ણયોને અવરોધવા આઈએએસ અધિકારીઓ પર કેન્દ્ર સરકાર દબાણ કરતી હોવાનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાનો આક્ષેપ access_time 1:02 am IST

  • 21મીએ જીએસટી કાઉન્સિલની બેઠક :સરકારની આવક ઘટે નહીં તેવી વસ્તુમાં ઘટાડશે દર :હેન્ડિક્રાફ્ટના 40 વસ્તુઓ,32 સર્વિસ અને 35 ચીજના દરમાં ઘટાડો થવાની ધારણા access_time 11:56 pm IST

  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST