Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

‘‘શ્રી ચંડી મહા યજ્ઞ, દેવી મહાત્‍મ્‍ય પારાયણ'': અમેરિકામાં સર્વમંગલ શ્રી શનિશ્વરા ટેમ્‍પલ, ન્‍યુયોર્કના ઉપક્રમે ૨૬ જુલાઇથી ૪ ઓગ.૨૦૧૮ દરમિયાન કરાયેલું આયોજનઃ દૈનંદિન શ્રી ગણપતિ પૂજા, કળશ પૂજા, હોમ,પારાયણ, અર્ચના, આરાધના, મેરૂ અભિષેક, નવ વર્ણ પૂજા, શ્રી લલિથા સહસ્રનામ સહિતના કાર્યક્રમો યોજાશે

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વરા મંદિર, ૧૬૧૬, હિલસાઇડ એવ,ન્‍યુ હાઇડ પાર્ક, ન્‍યુયોર્ક મુકામે ૨૬ જુલાઇ ગુરૂવારથી ૪ ઓગ. ૨૦૧૮ શનિવાર દરમિયાન ‘‘શ્રી ચંડી મહાયજ્ઞ''નું આયોજન કરાયું છે.

કોમ્‍યુનીટીના લાભાર્થે યોજાનારા આ શ્રી ચંડી મહાયજ્ઞ અંતર્ગત ૨૬ જુલાઇ ગુરૂવારના રોજ સાંજે ૬ વાગ્‍યે અનુજ્ઞા, સંકલ્‍પ, શ્રી ગણપતિ પૂજા, કળશ સ્‍થાપન, શ્રી સત્‍યનારાયણ વ્રતપૂજા, શ્રી લલિથા ત્રિશાથી અર્ચના, મંગલા આરતી, તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

૨૭જુલાઇ ૨૦૧૮ શુક્રવારથી ૪ ઓગ.૨૦૧૮ શનિવાર સુધી દરરોજ સવારે ૯-૩૦ કલાકે સંકલ્‍પ, શ્રી ગણપતિ તથા કળશ પૂજા, તથા શ્રી ચંડી મહા હોમ થશે બપોરે ૧૨-૩૦ કલાકે અર્ચના, આરાધના, મંગલા આરતી, તથા મહાપ્રસાદ બાદ સાંજે ૪-૩૦ કલાકે સંકલ્‍પ, શ્રી મેરૂ અભિષેકમ, નવવર્ણ પૂજા, દેવી મહાત્‍મ્‍ય પારાયણ, શ્રી લલિથા સહસ્રનામ અર્ચના આરાધના, મંગલા આરતી તથા મહાપ્રસાદના આયોજનો છે.

શ્રી લલિથા ત્રિશાથી અર્ચનામાં શામેલ થવા માંગતા ભક્‍તો માટે ૫૧ ડોલર, શ્રી ચંડી મહા હોમમાં શામેલ થવા માટે ૫૦૧ ડોલર, શ્રી મેરૂ અભિષેકમ માટે ૭૧ ડોલર, શ્રીલલિથા સહસ્રનામ અર્ચના માટે ૭૧ ડોલર, નવવર્ણ પૂજા માટે ૧૦૧ ડોલર, શ્રી દેવી મહાત્‍મ્‍ય પારાયણ માટે ૭૧ ડોલર, તથા આખા દિવસની પૂજા માટે ૭૫૦ ડોલર ન્‍યોરછાવર રકમ રાખવામાં આવેલ છે.

વિશેષ માહિતી માટે કોન્‍ટેક નં. ૫૧૬-૩૫૮-૯૪૦૨ અથવા ૭૧૮-૭૪૦-૯૪૦૦ દ્વારા અથવા ઇમેલ Navagraha@gmail.com દ્વારા અથવા www.Navagraha.USA.com દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:18 pm IST)