Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

લાગા ચુનરીમેં દાગ છીપાવું કૈસેઃ ''સંગીત સંધ્યા'': ઇન્ડિયન અમેરિકન સિનીયર સિટીઝન એશોશિએશન પસેઇક કાઉન્ટી, ન્યુજર્સીના ઉપક્રમે ઉજવાઇ ગયેલો કાર્યક્રમ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ઇન્ડિયન અમેરિકન સિનિયર સિટિઝન એસોસિયેશન, પસેઈક કાઉન્ટી, ન્યુ જર્સી ઇન્ક. સંસ્થાએ તા.૨૩મી જુન ૨૦૧૮ ના દિવસે પસેઈક હાઈ સ્કુલમાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ, એસોસિયેશન નાં સભ્યો માટે, વાર્ષિક કાર્યક્રમો ની અગાવથી આપેલ જાહેરાત મુજબ, આયોજયો હતોસંસ્થાના દ્દશાબ્દી કાર્યક્રમમાં આમંત્રિત સુવિખ્યાત “ Sa-Re Music “ Group શ્રી રાજ-સ્મૃતિ, અમીત, એશના પંડ્યા કલાકારોને ફરી થી બોલાવવા નું નક્કી થયું. આ વર્ષો જુનું ફેમીલી ગ્રુપ , જેનો Logo  છે “ Music is Prayer & Passion”, અને જે Lexington, KY સ્થિત છે પણ તોયે New Jersey સાથે ખુબ સંકળાયેલા છે , તેમને

Tri- State Area માં સૌ કોઈ જાણે છે. તેઓ દર વર્ષે સંતરામ મહારાજની જયંતી માટે New Jersey આવે છે. એમની પોતાની Sound System સાથે જેમાં Keyboard અને Harmonium શ્રી રાજ સંભાળે છે જયારે તબલા,ઢોલક, Electronic Octapad વિગેરે પુત્ર શ્રી અમીત સંભાળે છે. ગાયકીમાં ખુદ શ્રી રાજ તથા સ્મૃતિ બેન અને પુત્રી એશના સાથ આપે છે.

નવા વર્ષની શરૂઆત, તથા આકરી શીતકાળ ઋતુ ને વિદાય અને વસંત ઋતુ ને આવકારવા, સુગમ  સંગીતથી સૌ સભ્યોને એકત્રિત કરવાનો વિચાર સંસ્થાની કાર્યવાહક કમિટીએ કર્યો. સાથે રાત્રીના ભોજનનું આયોજન કર્યું. લગભગ મહિના-બે મહિના પહેલાં જોર-શોર થી તૈયારી શરૂ થઇ ગઈ. આશરે ૩૫૦ જેટલા સભ્યો, તેમના સગા અને મિત્રો સાથે, ઉપસ્થિત થયા હતાં. બીજી બધી સંસ્થાઓના આમંત્રિત મુખ્ય અધિકારીઓ પણ આવ્યાં હતાં

બપોરે ચાર-સાડા ચાર વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતાં. એ પહેલાં સંસ્થાની કમિટીના સભ્યો તથાં સર્વે Volunteer ભાઈઓ અને બહેનો સ્કુલમાં પહોંચી ગયા હતાં અને ઓડીટોરીયમના સ્ટેજ પરની તથા ડાયનીંગ હોલમાં જમણવારની બધી સગવડ કરવામાં વ્યસ્ત થઇ ગયાં હતાં. પાંચ વાગ્યાથી સુભોજન નો આરંભ કર્યો હતો જેમાં લાડવા, સુરતી દાળ, ભજીયાં, પુરી,ભાત વિગેરે પિરસાયાં હતાં. એ દિવસે મોટી ભીમ અગ્યારસ હોવા થી ખાસ ફરાળી ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. એ દરમ્યાન કલાકાર ગ્રુપ Sound System Auditorium માં ગોઠવવા લાગી ગયાં હતાં.

લગભગ સાત વાગે બધાં સંગીત-સંધ્યા નો આનંદ માણવા ઓડીટોરીયમમાં એકત્રિત થઇ ગયાં. સેક્રેટરી શ્રી મુકેશ ભાઈ પંડ્યા એ સૌને આવકાર આપતાં બે શબ્દો કહી, ગાયક વ્રંદની ઓળખાણ કરાવી. પ્રમુખશ્રી અમૃતલાલ ગાંધીએ સંસ્થાની વધતી જતી કાર્યવાહી વિગતો સાથે જણાવી. ત્યારબાદ યાકુબ ભાઈ પટેલે  આવેલા મહેમાનોનો પરિચય આપ્યો જેમાં ખાસ Bridgewater Seniors ના President શ્રી બાબુભાઈ પટેલ, જેઓ USA માં Indo-Americans માટે “ Unity 4 Cause “ નામે ચળવળ શરૂ કરી રહ્યાછે. આ માટે  એમણે  વિગતવાર જાણકારી આપી. બહાર હોલમાં Membership Cards નું વિતરણ કર્યું જે દ્યણા સભ્યોએ

 તાત્કાલિક ભરીને પરત પણ કર્યાં.  Fisana નાં હાલઙયિતશમયક્ષિં પોપટલાલ પટેલ, Woodbridge Seniors ના President, શ્રી G.K. Patel, Bergen County Seniors  ના President શ્રી સુરેશભાઈ શાહ, Bergen County Senior Services, Advisory Council ના Member શ્રી સુર્યકાંત શુકલા, Sayerville Seniors President શ્રી સુભાષભાઈ દોશી, શ્રી નવીનભાઈ અમીન (Past President-Fisana), શ્રી ગોવિંદલાલ શાહ (Social Activist- Sayerville) વિગેરે હાજર હતાં. કાર્યવાહક કમિટીનાં ભુત પુર્વ કાર્યકર્તા શ્રી શંકરલાલ રાણા, જે હાલમાં દેવલોક પામ્યા, તેમને શ્રધાંજલિ આપવા બે મિનીટ મૌન્ય રાખી સૌએ પ્રાર્થના કરી.

ત્યારબાદ આતુરતાથી રાહ જોવાઈ રહેલો પ્રોગ્રામનો આરંભ થયો. સૌ પ્રથમ ગાયકવ્રંદે શ્રી ગણેશની વંદના એક દંતાય વક્રતુન્ડાય ગૌરી તન્યાય ધીમહી....”, જે શ્રી શંકર મહાદેવનએ સુવિખ્યાત કરી છે, થી કાર્યક્રમનો આરંભ કર્યો. ત્યારબાદ, લોકપ્રિય ગુજરાતી સ્તુતિ ગીત માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો... જગ માથે જાણે પ્રભુતાએ પગ મુકયો...” ગાઈને લોકોને સ્વ. અવિનાશ વ્યાસની યાદ અપાવી . અવિનાશ

વ્યાસ દરવર્ષે નવરાત્રી અંબાજી માં ઉજવતા અને ત્યાં માતાની સામે બેસીને ગીતો રચતાં. આ એમાનું એક ગીત છે જે કોઈપણ ગુજરાતી સમુદાયના સંગીત કાર્યક્રમ માં અચુક સંભળાય છે.

પછીતો ગીતોની ફુહાર શરૂ થઇ ગઈ, એક પછી એક.. “ સત્યમ શિવમ સુન્દરમ્...”, “ પ્યાર હુવા, ઈકરાર હુવા હૈ,પ્યારસે ફિર કયોં ડરતા હૈ દિલ...”, “ આપકી નજરોને સમ્જહા પ્યાર કે કાબિલ મુજહે...”, વિગેરે વિગેરે જેવા Golden-Era Classics ને તાળીના ગડગડાટ સાથે લોકોએ આવકાર્યા

મધ્યાંતર બાદ, કિશોર કુમાર ના ગીતોની રમઝટ જમાવી જેમકે કિશોર કુમાર અને આશા ભોસલેં નું  સદાબહાર Duet “ સલામે ઇશ્ક મેરી જાં જરા કુબુલ કરલો, તુમ હમશે પ્યાર કરનેકી જરાસી ભુલ કરલો...”. પ્રેક્ષકો ફરમાઇશ મોકલતા ગયા અને શ્રી રાજ પંડ્યા ગ્રુપ મેહેફીલ જમાવતા ગયા. દ્યણા દંપતીએ સ્ટેજની સામે નૃત્ય કરી આનંદ પ્રદર્શિત કર્યો. છેવટે સમયની મર્યાદાને લીધે, ઈચ્છા ન હોવા છતા, શ્રી રાજ પંડ્યાને પ્રોગ્રામ ટુંકો  કરવો પડ્યો. આખરે પરંપરા મુજબ રાગ ભૈરવી થી સમાપ્તિ કરી અને છેવટે લોકોનું ખાસ પસંદ લાગા ચુનરીમેં દાગ..., છીપાવું કૈસે...” ગાયું. અને અંતમાં India ને યાદ કરતાં દેશ ભકિતનું ગીત એ મેરે વતનકે લોગો,,, જરા આંખમે ભરલો પાની.. જો શહીદ હુવે હેં ઉનકી જરા યાદ કરો કુરબાની... “. અને લગભગ સાડા દશ વાગે પ્રોગ્રામ ખતમ થયો.

આમ સાડા ત્રણ થી ચાર કલાક મધુર સુગમ સંગીતની મજા માણી, સર્વે સભ્યો, તેમના સગા અને મિત્રો સાથે સહુ કોઈ આગામી પીકનીક , મંદિર પ્રવાસ વિગેરે પ્રોગ્રામોની અપેક્ષા સાથે વિદાય થયા હતા. તેવું શ્રી ગોવિંદ શાહની યાદી જણાવે છે.

(10:52 am IST)