Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગલ્ફ દેશોમાં ફેમિલી ટેકસ ડબલ થઇ જતાં એક હજાર ઉપરાંત ભારતીય પરિવારો વતનમાં પરત ફર્યા

દુબઇઃ ગલ્ફ દેશોમાં વસતા વિદેશીઓ ઉપર લદાયેલા ભારે ફેમિલી ટેકસના કારણે એકલા સાઉદી અરેબિયામાંથી જ પાંચસોથી બારસો જેટલા ભારતીય પરિવારો પરત ફરવા મજબૂર બન્યા છે. આ ભારતીયોમાં મધ્યમ વર્ગના લોકો વધુ છે જેમની આવક બહુ નથી. તેમના માટે નવેસરથી ભારતમાં સ્થાયી થવાની નોબત આવી છે. જેમાં મોટા ભાગના કર્ણાટકના વતનીઓ છે.

ઉલ્લેખનીય છે કે ગલ્ફ દેશોમાં લેવાતો ફેમિલી ટેકસ આ વર્ષથી ડબલ થઇ ગયો છે. જે ગયા વર્ષે ૩૦૦ રિઆલ (અંદાજે ૫૫૦૦ રૂપિયા)હતો. આ ટેકસ ૨૦૧૯ની સાલ પછીના વર્ષોમાં વધતો જવાનો છે તેથી ઓછી આવક ધરાવતા ભારતીયો પોતાનો ઘરખર્ચ કાઢયા પછી વતનમાં નાણાં મોકલી શકે નહીં તેવા સંજોગોનું નિર્માણ થતા ફરજીયાત પરત ફરવુ પડ્યુ છે.

(9:17 pm IST)