Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સાઉદી અરેબિયામાં 26 વર્ષીય યુવકને ફાંસી : મોબાઈલમાં સરકાર વિરોધી પ્રદર્શનના ફોટાઓ સેવ કરેલા રાખ્યા હતા

સાઉદી અરેબિયા : સાઉદી અરેબિયામાં 26 વર્ષીય યુવકને ફાંસી આપવામાં આવી છે.તેનો ગુનો એ હતો કે તેણે મોબાઈલમાં સરકાર વિરોધી પ્રદર્શનના ફોટાઓ સેવ કરેલા રાખ્યા હતા .

આ યુવાને વર્ષ 2011 અને 2012 માં સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લીધો હતો. દેખાવો સમયે 17 વર્ષની ઉંમરના યુવક  મુસ્તફા અલ-દરવેશને હવે  26 વર્ષની વયે 9 વર્ષના ગાળા પછી ફાંસી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાની સરકારે આ અમલ એવા સમયે કર્યો   છે જ્યારે તેણે વિશ્વને વચન આપ્યું હતું કે સગીર વયમાં સરકાર વિરોધી દેખાવોમાં ભાગ લેનારા બળવાખોરોને ફાંસી આપવામાં આવશે નહીં. 17 વર્ષની ઉંમરે મુસ્તફાએ 2011 માં શિયા મુસ્લિમોના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વર્ષ 2015 માં આ યુવાનની અનેક ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.અને હવે 26 વર્ષની ઉંમરે તેને ફાંસી આપવામાં આવી છે. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:25 am IST)