Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

વિદેશોમાં સ્થાયી થયેલા NRI સમૂહે ઝોળી છલકાવી દીધી : એપ્રિલ મહિનામાં NRE ખાતાઓમાં અધધ....2 બિલિયન ડોલર જમા કરાવ્યા : છેલ્લા 26 મહિનામાં બેંકમાં જમા થયેલી ડિપોઝીટ પૈકી સૌથી વધુ રકમ

ન્યુદિલ્હી : વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીયોએ કોવિદ -19 અને વિશ્વવ્યાપ્ત મંદી વચ્ચે પણ છેલ્લા 26 મહિનાના રેકોર્ડ રૂપે એપ્રિલ માસમાં 1.95 ડોલર જેટલી રકમ તેમના એન.આર.ઈ.ખાતાઓમાં જમા કરાવી છે.જે છેલ્લા 26 મહિના દરમિયાન  કોઈપણ મહિનામાં જમા થયેલ રકમ કરતા વધુ છે.

વિકસિત દેશોમાં ઘટી ગયેલા વ્યાજના દર પણ આ માટે જવાબદાર છે.ઉપરાંત વતનમાં પરિવારને મદદરૂપ થવા માટે પણ વિદેશોમાં વસતા ભારતીયો પોતાના વતનમાં આવેલી બેંકોમાં નાણાં જમા કરાવતા હોય છે.

(5:48 pm IST)