Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

અમેરિકામાં કોવિદ -19 ને કારણે થતા મોતની સંખ્યામાં થઇ રહેલો ઘટાડો : સારવાર કારગત નીવડતી હોવાનું અનુમાન :સામે પક્ષે સંક્રમીતોની સંખ્યામાં વધારો

વોશિંગટન : અમેરિકામાં છેલ્લા સપ્તાહમાં કોવિદ -19 ને કારણે થતા મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.આ અગાઉ દરરોજ 960 લોકો આ વાઇરસથી મોતનો શિકાર બનતા હતા જયારે છેલ્લા સપ્તાહમાં આ સંખ્યા ઘટીને 680 થઇ ગઈ છે.
લોકડાઉન ઉઠાવી લીધા પછી પણ મૃત્યુની સંખ્યામાં થયેલા ઘટાડા અંગે વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ હજુ આ અંગે ઉતાવળ કરવા જેવું નથી.ફરી પાછી સંખ્યા વધી પણ શકે છે.જયારે બીજા અનુમાન મુજબ સારવાર કારગત નીવડી રહી હોવાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટી રહી છે.
જોકે સંક્રમીતોની સંખ્યા વધી રહી છે.જે આ અગાઉ પ્રતિદિન 21400 હતી તે વધીને 23200 થઇ ગઈ છે.

(1:26 pm IST)