Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભારતના જગન્‍નાથ પુરી મંદિરના સ્‍થાપક મહારાજાના વંશજ શ્રી દિવ્‍યાસિંઘ દેવ તથા મહારાણી લીલાવતી હયુસ્‍ટનની મુલાકાતેઃ DFW હિન્‍દુ ટેમ્‍પલ સોસાયટીના યજમાનપદે ભાવભર્યુ સ્‍વાગત કરાયું: હયુસ્‍ટનમાં ૧૪ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૧મી વાર્ષિક રથયાત્રા યોજાશે

હયુસ્‍ટનઃ ભારતના ઓડિસામાં જગન્‍નાથ મંદિરના સ્‍થાપક બારમી સદીના મહારાજાના વંશજ શ્રી ગજપતિ મહારાજા દિવ્‍યાસિંઘ દેવ તથા તેમના મહારાણી લીલાવતી પટ્ટામાહાદેઇએ તાજેતરમાં સૌપ્રથમવાર મે ૧૮ના વીકએન્‍ડમાં અમેરિકાના હયુસ્‍ટનની મુલાકાત લીધી હતી. જેમનું DFW હિન્‍દુ ટેમ્‍પલ સોસાયટી ઇરવિંગના યજમાનપદે ભાવભર્યુ સ્‍વાગત કરાયુ હતું.

ઓડિસાના જગન્‍નાથ મંદિરના સ્‍થાપકોના વંશજના નાતે તેઓ જગન્‍નાથ ટેમ્‍પલ મેનેજીંગ કમિટીના ચેરમેન ગણાય છે. જેઓ ૧૯૭૦ની સાલમાં તેમના પિતાશ્રીનું અવસાન થવાથી ૧૭ વર્ષની વયે મંદિરના ગાદીપતિ ચેરમેન બન્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે ૧૨મી સદીથી શરૂ થયેલી પુરીના જગન્‍નાથ મંદિરની રથયાત્રા આજની તારીખમાં પણ ચાલુ છે. તથા વિશ્વ પ્રસિધ્‍ધ છે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(11:12 pm IST)