Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

‘‘વીઝા ઓન એરાઇવલ'': UAE અને કતાર બાદ હવે ઓમાનમાં પણ ભારતીયો માટે લાલ જાજમઃ US,UK, ઓસ્‍ટ્રેલિયા,સ્‍કેનગેન કે જાપાનના વીઝા ધરાવતા ભારતીયો માટે વીઝા ઓન એરાઇવલની સગવડ

ઓમાનઃ ઓમાન ગવર્મેન્‍ટએ ભારતીય પ્રવાસીઓ માટે ‘વીઝા ઓન એરાઇવલ' આપવાની ઘોષણાં કરી છે.જે મુજબ જે ભારતીયો પાસે યુ.એસ.યુ.કે. કેનેડા, ઓસ્‍ટ્રેલિયા, સ્‍કેનગેન,કે જાપાનના વીઝા હશે તેઓને વીઝા ઓન એરાઇવલ અપાશે.

આ વીઝા ભારતીયના જીવનસાથી તથા બાળકો માટે પણ લાગુ પડશે. જે માટે તેઓ પાસે  ઉપરોક્‍ત દેશોના વીઝા હોવા જરૂરી નથી. અલબત તેમની કન્‍ફર્મ હોટલ ટિકિટ હોવી જરૂરી છે. તેમને ૧ મહિના માટે વીઝા ૨૦ ઓમાન રિઆલ ફી વસુલીને અપાશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ UAE તથા કતાર ગવર્મેન્‍ટએ ભારતીયો માટે વીઝા ઓન એરાઇવલ લાગુ પાડયા બાદ હવે ઓમાનએ પણ તેઓ અમલ કર્યો છે. કારણકે ભારતીયો વધુમાં વધુ પ્રવાસ કરતા હોવાથી આ દેશોની હૂંડિયામણન આવકમાં વધારો થાય છે.

(11:11 pm IST)