Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પાકિસ્તાની દુલ્હનને ચીન લઇ જવાના અરમાન અધૂરા : 140 ચાઇનીસ નાગરિકોએ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરી વિઝા માંગતા 90 વિઝા નામંજૂર : બનાવટી લગ્ન હોવાની આશંકા

ઇસ્લામાબાદ : પાકિસ્તાની  દુલ્હનને ચીન લઇ જવાના 90 ચાઇનીસ દુલ્હાઓના અરમાન અધૂરા રહી ગયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ  140 ચાઇનીસ નાગરિકોએ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરી વિઝા માંગતા માત્ર 50 વિઝા મંજુર થયા હતા.બાકીના 90 લગ્નો બનાવટી  હોવાની આશંકાથી આ પાકિસ્તાની યુવતીઓના વિઝા મંજુર કરાયા નથી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ લગ્ન કરાવનારા ગેરકાયદેસર કેન્દ્રો  ખ્રિસ્તી સમુદાયની ગરીબ યુવતીઓને પાકિસ્તાનમાં કાર્યરત કે ત્યાં પ્રવાસ પર જનારા ચીની પુરુષો સાથે વિવાહ કરાવીને ધન તથા 'સારા જીવન'ની લાલચ આપે છે.

આ કેન્દ્રો ચીની પુરુષોના નકલી દસ્તાવેજોમાં તેમને ખ્રિસ્તિ કે મુસલમાન દર્શાવે છે. મોટાભાગની યુવતીઓ કથિત રીતે માનવ તસ્કરીનો ભોગ બની છે અથવા તો દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ છે.

જોકે પાકિસ્તાનમાં ચીનના 'ડિપ્યુટી ચીફ ઓફ મિશન' લિઝિયાન ઝાઓએ જણાવ્યા મુજબ મીડિયા રિપોર્ટ્સમાં તથ્યોને તોડી મરોડીને રજુ કરાયા છે. કારણ કે એ વાતનો કોઈ પૂરાવો નથી કે મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી છે. રિપોર્ટ મુજબ રાજદૂતે એ વાતનો પણ ઈન્કાર કર્યો છે કે બધા લગ્ન નકલી છે.

તેમણે કહ્યું કે ચીનમાં પાકિસ્તાની મહિલાઓને તેમના પતિઓ દ્વારા પરેશાન કરવા અંગેની કેટલીક ફરિયાદો મળી છે, જે અંગે કાર્યવાહી પણ કરવામાં આવશે.

(7:18 pm IST)