Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

‘‘TOSHIBA/NSTA એક્ષપ્‍લોરા વિઝન સ્‍પર્ધા'': ભાવિ પડકારોને પહોંચી વળવા અદ્યતન ટેકનોલોજીના નિર્માણ માટે હાઇસ્‍કૂલ સ્‍ટુડન્‍ટસને પ્રોત્‍સાહિત કરતી અમેરિકાની રાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધાઃ ૨૦૧૮ની સાલ માટેની સ્‍પર્ધામાં ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ અભિનવ યાદવ સાથેની ન્‍યુયોર્કની ટીમ વિજેતા

વોશીંગ્‍ટનઃ ભવિષ્‍યમાં નિર્માણ પામનારા વિશ્વ સ્‍તરીય પડકારોને પહોંચી વળવા ભાવિ ટેકનોલોજીના નિર્માણ માટે હાઇસ્‍કૂલના સ્‍ટુડન્‍ટસને પ્રોત્‍સાહિત કરતી અમેરિકાની રાષ્‍ટ્રિય કક્ષાની TOSHIBA/NSTA એક્ષપ્‍લોરા વિઝન સ્‍પર્ધામાં ન્‍યુયોર્કની હાઇસ્‍કૂલની ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ અભિનવ યાદવ સહિતની ટીમ વિજેતા બની છે.

ઉલ્લેખનીય છે કે સાયન્‍સ, ટેકનોલોજી, એન્‍જીનીયરીંગ તથા મેથેમેટિકસ (STEM) સ્‍ટુડન્‍ટસ માટે યોજાતી આ એક્ષપ્‍લોરા વિઝન સ્‍પર્ધા વિશ્વ સ્‍તરીય પ્રસિધ્‍ધિ ધરાવે છે.

(9:05 pm IST)