Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

‘‘ગંગારામ મહારાજ'': યુ.એસ.ના ન્‍યુજર્સીમાં વસતા ૬૦ વર્ષીય ગંગારામ મહારાજ ઉપર તેમના જ મોટાભાઇ ૬૨ વર્ષીય રાજેન્‍દ્ર મહારાજની હત્‍યાનો આરોપઃ ૨૦૧૬ની સાલમાં બનેલી ઘટનાની અદાલતી કાર્યવાહી હડસન કાઉન્‍ટી સુપિરીયર કોર્ટમાં શરૂ

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુજર્સીના જર્સીસીટીમાં રહેતા ઇન્‍ડિયન અમેરિકન ૬૦ વર્ષીય ગંગારામ મહારાજ ઉપર તેમના ભાઇ ૬૨ વર્ષીય રાજેન્‍દ્ર મહારાજની હત્‍યા કરવાનો આરોપ છે. જે અંગેની કોર્ટ કાર્યવાહી હડસન કાઉન્‍ટી સુપિરીયર કોર્ટમાં ચાલી રહી છે.

ગંગારામ મહારાજ ઉપર ૨૦૧૬ની સાલમાં તેના જ મોટાભાઇ ઉપર જીવલેણ હુમલો કરી હત્‍યા નિપજાવવાનો આરોપ મુકાવાનું કારણ મૃતકના નખ ઉપરના લોહીના DNA ટેસ્‍ટ તેમના GHS સાથે મળતા હોવાનું કારણ અપાયુ છે. તેમના મોટાભાઇ રાજેન્‍દ્ર મહારાજને કાર્ડિયોવેસ્‍કયુલર ડીસીઝ, આર્ટરી બ્‍લોકેજ, લિવરમાં ખામી, સહિત અનેક દર્દો હતા. તેમને આલ્‍કોહોલનું વ્‍યસન હતું. જે મૃતકના લોહીમાંથી પણ જોવા મળ્‍યુ હતું. પરંતુ મૃતદેહના પોસ્‍ટમોર્ટમ દરમિયાન તેની ડોકને ફરતા તથા માથા ઉપર ઇજાના નિશાન જોવા મળ્‍યા હોવાથી ગંગારામ મહારાજને DNA ટેસ્‍ટના આધારે આરોપી બનાવાયા છે. જો તેમના ઉપરનો આરોપ પૂરવાર થશે તો તેઓને ૩૦ વર્ષની જેલસજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:27 pm IST)