Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

યુ.એસ.માં ઓહિયોના પ્રથમ કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવાર શ્રી અફતાબ પુરેવલનો દબદબોઃ ‘‘ડેમોક્રેટ કોંગ્રેશ્‍નલ કમ્‍પેન કમિટી''ના બ્‍લુ લિસ્‍ટમાં સ્‍થાન મેળવ્‍યું: ચૂંટણી કમ્‍પેનમાં ફંડ ભેગુ કરવા માટે પાર્ટીનો સહયોગ મળશે ઉપરાંત સ્‍ટાફ તથા વોલન્‍ટીઅર્સની ભરતી કરી શકશે

ઓહિયોઃ યુ.એસ.માં ઓહિયોનો પ્રથમ ડીસ્‍ટ્રીકટના ડેમોક્રેટ કોંગ્રેશ્‍નલ ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન ૩૫ વર્ષીય યુવાન શ્રી અફતાબ પુરેવલનો સમાવેશ ‘‘ડેમોક્રેટ કોંગ્રેશ્‍નલ કમ્‍પેન કમિટી''ના રેડમાંથી બ્‍લુ લિસ્‍ટમાં સ્‍થાન કરાયો છે. આ સ્‍થાન મેળવનાર ૩૩ ડેમોક્રેટ પાર્ટીના કોંગ્રેશ્‍નલ ઉમેદવારોમાં તેમનો સમાવેશ કરાયો છે. જે પૈકી ઓહિયોમાં આવુ સ્‍થાન મેળવનાર તેઓ એકમાત્ર છે.

કમિટી દ્વારા બ્‍લુ લિસ્‍ટમાં પસંદ કરાયેલા ૩૩ ઉમેદવારોને તેમના ચૂંટણી કમ્‍પેનમાં ફંડ ભેગુ કરવા માટે પાર્ટીનો સહયોગ મળે છે તેમજ આ કમ્‍પેનમાં મદદરૂપ થવા માટે તેઓ સ્‍ટાફ તથા વોલન્‍ટીઅર્સની ભરતી પણ કરી શકે છે.

ભારતીય મૂળના પિતા તથા તિબેટીઅન મૂળની માતાના સંતાન શ્રી અફતાબએ ૨૦૧૬ની સાલમાં હેમિલ્‍ટોન કાઉન્‍ટીના કલાર્ક ઓફ કોર્ટની ચૂંટણઈમાં વિજય મેળી આヘર્યજનક અપસેટ સર્જી દીધો હતો. 

ઓફિયોના પ્રથમ કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટની ચૂંટણીમાં તેઓ વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન સ્‍ટીવ ચાબોટને ટક્કર આપશે.

(9:26 pm IST)