Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર નિક્કી હેલીની જ્ઞાતિ કે જાતિના આધારે ટીકા કે પ્રશંસા થવી જોઈએ નહીં: બોબી જિંદાલ

વોશિંગ્ટન, ફેબ્રુઆરી 24 (પીટીઆઈ) યુએસ લુઇસિયાના રાજ્યના ભૂતપૂર્વ ગવર્નર અને ભારતીય-અમેરિકન બોબી જિંદાલે શુક્રવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીનો બચાવ કરતા કહ્યું કે તેણીની જાતીય ઓળખ અથવા વંશીયતા માટે તેમની ટીકા અથવા પ્રશંસા થવી જોઈએ નહીં.

જિંદાલ 2016માં યુએસ પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડનારા પ્રથમ ભારતીય-અમેરિકન હતા. તેમણે રિપબ્લિકન પ્રાઈમરીના પ્રારંભિક તબક્કામાં જ છોડી દીધી હતી. જે આખરે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જીતી હતી.

હેલી (51) બે વખત દક્ષિણ કેરોલિનાના ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર રહી ચૂકી છે.

ભારતીય મૂળના રિપબ્લિકન નેતા નીક્કી હેલીએ 15 ફેબ્રુઆરીના રોજ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઔપચારિક રીતે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. પરંતુ, થોડા જ દિવસોમાં, તેણી ઉપર તેના પોતાના રિપબ્લિકન પાર્ટીના લોકો તરફથી વંશીયતા, જાતિ અને લિંગના આધારે હુમલાઓ કરવામાં આવ્યા હતા.
 

જિંદાલે કહ્યું, "અમેરિકન પ્રમુખપદના ઉમેદવાર નિક્કી હેલીની ભારતીય-અમેરિકન મહિલા હોવા બદલ ટીકા અથવા વખાણ ન કરવા જોઈએ. તેણીનો જન્મ અને ઉછેર ભારતીય ઈમિગ્રન્ટ્સમાં થયો છે તે તેના વિશે જાણવું સૌથી મહત્ત્વની બાબત નથી.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(11:45 am IST)