Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ટેલિમેડીસીન " : હવે અમેરિકાના સિનિયરો લેપટોપ ,ફોન ,કે સ્કાઇપ એપ્પ દ્વારા કોરોના વાઇરસથી બચવા તબીબોની સલાહ લઇ શકશે : અમેરિકાના CMC અધિકારી ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સીમા વર્માની પહેલ

વોશિંગટન : વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસથી ફફડી રહેલા અમેરિકન નાગરિકો તથા ખાસ કરીને સિનિયરો ઘરની બહાર નીકળી શકતા નથી.તેવા સંજોગોમાં તેઓના આરોગ્યને લગતા પ્રશ્નો જેવા કે ડાયાબિટીસ ,શરદી ,તેમજ કોરોના વાઇરસ અંગે સલાહ સૂચન મેળવવા માટે લેપટોપ ,ફોન ,કે સ્કાઇપ જેવી એપ્પ્સની મદદથી તબીબો સાથે સંપર્ક સાધી શકશે જેથી તેમણે ઘરની બહાર જવાની જરૂર નહીં પડે.તથા કોરોના વાઇરસની ચિંતામાંથી મુક્ત થઇ શકશે તેમજ તબીબો પણ દૂર બેઠા દર્દીનો ઉપરોક્ત માધ્યમ દ્વારા સલાહ સૂચન કરી શકશે જેથી તેઓ પણ ચેપ લાગવાના ભયથી મુક્ત રહી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)