Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

"શ્રી સત્યનારાયણ પૂજા તથા કથા" : અમેરિકાના કેલિફોર્નિયામાં " બદ્રિકાશ્રમ " ખાતે 17 માર્ચ રવિવારે કરાયેલું આયોજન : આરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

કેલિફોર્નિયા : યુ.એસ.માં બદ્રિકાશ્રમ ,15602 મોબર્ટ એવ.સાન લિએન્ડ્રો કેલિફોર્નિયા મુકામે 17 માર્ચ રવિવારના રોજ શ્રી સત્યનારાયણ સ્વામી પૂજા તથા કથાનું આયોજન કરાયું છે.સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા દરમિયાન યોજાનારા ધાર્મિક કાર્યક્રમ બાદ આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે.તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:34 pm IST)