Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

સગીર હિન્દૂ યુવતીના ફરજીયાત ધર્માન્તર સામે પાકિસ્તાન કોર્ટ આકરા પાણીએ : આરોપી પતિ વિરુદ્ધ પગલાં લેવાનો હુકમ : શાદી કરાવવામાં શામેલ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનો આદેશ : કોર્ટના હુકમ વિરુદ્ધ મુસ્લિમ સંગઠનોના દેખાવો

ઇસ્લામાબાદ : સમગ્ર વિશ્વમાં ચકચાર અને ઉહાપોહ જગાવનાર પાકિસ્તાનમાં સગીર હિન્દૂ યુવતીનું અપહરણ કરી ફરજીયાત શાદી કરાવવાના પગલાંના પાકિસ્તાન કોર્ટમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.જે મુજબ જૈકબાબાદ કોર્ટના ન્યાયધીશ શ્રી ગુલામઅલીએ સગીર હિન્દૂ યુવતીના ફરજીયાત ધર્માન્તર સામે આક્રોશ વ્યક્ત કરી આરોપી પતિ અલી રજા સામે પગલાં લેવા હુકમ કર્યો છે.એટલું જ નહીં શાદી કરાવવામાં શામેલ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.તેમજ સગીરાને સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:12 pm IST)