Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પુલવામા શહીદોને શ્રધ્ધાંજલી આપવા OFBJP તથા વિવિધ સંગઠનોના ઉપક્રમે પ્રાર્થનાસભા તથા કેન્ડલ માર્ચ યોજાયાઃ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને નાબુદ કરવા ભારત સરકારને સમર્થન આપવાની ઘોષણાં કરવા બદલ પ્રેસિડન્ટ ટ્રમ્પ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરીઃ આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરીસ્ટ ગણવા UNO સમક્ષ માંગણી કરી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય મૂળના નાગરિકોએ પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા આતંકવાદી સંગઠન જૈસએ મહમ્મદએ ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલા પુલવામામાં ૧૪ ફેબ્રુ.૨૦૧૯ના રોજ કરેલા કાયરતાપર્ણ નરાધમ હુમલાને વખોડી કાઢયો છે. આ હુમલાથી ૪૦ CRPF જવાનો શહીદ થયા છે.

આ શહીદોને શ્રધ્ધાંજલી આપવા સમગ્ર અમેરિકામાં વસતા ભારતીયોએ શ્રધ્ધાંજલી સભાના આયોજનો કર્યા હતા.

તથા કેન્ડલ માર્ચ યોજી હતી. જે અંતર્ગત આતંકી સંગઠન જૈસએ મહમ્મદને ભારત સરકાર નેસ્ત નાબુદ કરી નાખે તેવી માંગણી સાથે તમામ ભારતીયો આ કાર્યમાં તેમની સાથે હોવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી. ઉપરાંત યુનોએ પણ આતંકી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરીસ્ટ તરીકે જાહેર કરવો જોઇએ તેવી માંગણી કરી હતી.

શ્રધ્ધાંજલી સભાઓમાં ભારતીયોએ અમેરિકાના પ્રેસિડન્ટ તથા તેમના વહીવટી તંત્રએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ નાબુદ કરવામાં તેઓ ભારત સાથે હોવાની કરેલી ઘોષણાં બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. તેમજ અમેરિકાના નેશનલ સિકયુરીટી એડવાઇઝરએ પણ ભારતને આપેલા સમર્થન બદલ આભાર વ્યકત કર્યો હતો.

અમેરિકામાં કાર્યરત OFBJP તથા વિવિધ ઓર્ગેનાઇઝેશન્શના ઉપક્રમે જુદા જુદા સ્થળોએ શ્રધ્ધાંજલી સભાના આયોજનો કરાયા હતા. જેમાં વોશીંગ્ટન ડીસી, ન્યુયોર્ક, ન્યુજર્સી, બેએરીયા, ડેટ્રોઇટ, ટામ્યા, હયુસ્ટન, શિકાગો, લોસ એન્જલસ, તથા ફોનિકસ સહિતના શહેરોનો સમાવેશ થતો હતો. તેવું OFBJP વતી શ્રી ક્રિશ્ના રેડ્ડી અનુગૂલાની યાદીમાં જણાવાયું છે.

(7:10 pm IST)
  • યુપી વિધાનસભામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડયા સપાના ધારાસભ્ય :કહ્યું ચોરીના પૈસા પાછા નહિ મળ્યા તો આત્મવિલોપન કરીશ :વિધાનસભામાં આઝમગઢની મેહનગર સીટના સપાના ધારાસભાઈ કલ્પનાથ પાસવાન રડ્યા:તેના 10 લાખ ચોરી થયાને એક મહિનાથી એસપી કચેરી સહીત પોલીસ મથકે ચક્કર લગાવ્યા છતાં કાર્યવાહી નહીં :ફરિયાદ પણ નહીં નોંધાતા ધારાસભ્ય રડવા લાગ્યા access_time 12:54 am IST

  • કાનપુર હાઇવે પર અકસ્માતમાં આઇપીએસ અધિકારીના પરિવારના ચાર સભ્ય સહીત પાંચ લોકોના મોત:2015 બેચના આઇપીએસ અધિકારી અને હાવડામાં સહાયક પોલીસ અયુક્ત ડો,અરવિંદકુમાર આનંદના પરિવારજનોની કારણે વીરપુર નજીક ટ્રકે ટક્કર મારી :માતા-પિતા,બહેન અને મામા સહીત ડ્રાઈવરનું કરૂણમોત :તમામ બરેલીમાં લગ્ન સમારોહથી પરત ફરતા કાનપુર-સાગર રોડ પર કાળ ભેટ્યો access_time 12:11 am IST

  • તામિલનાડુમાં પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચયો સૌરાષ્ટ્રમાં શિયાળાની વિદાય સાથે ગરમીનો પ્રકોપ ધીમે-ધીમે શરૂ થયો છે ત્યારે તામીલનાડુમાં ગઇકાલે કરૂર ખાતે ૩૯.૫ ડિગ્રી સેલ્સીયસ જેવુ ભારે ઉ.માન નોંધાયુ હતુ access_time 11:35 am IST