Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઇન્‍ડિયન સિનીયર્સ શિકાગો (ISC)ના ઉપક્રમે ૧૭ ફેબ્રુ.ના રોજ મહાશિવરાત્રી, વેલેન્‍ટાઇન ડે તથા બર્થ ડે ઉજવાયાઃ ૨૦૧૮ની સાલમાં યોજાનારી લાંબી અને ટુંકી ક્રુઝ ટુર વિશે માહિતી આપીઃ

 શિકાગો : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોની માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 17 ફેબ્રુઆરી, 2018  ના રોજ માનવ સેવા મંદિરમાં ૧૧:3 વાગે મળી હતી.જેમાં આશરે 180 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆત કારોબારી સમિતિના સભ્ય, શ્રી ભુપેન્દ્ર સુથાર, શ્રીમતી હેમા શાસ્ત્રી,શ્રીમતી પન્ના શાહ, શ્રીમતી ભાનુબેન પટેલ અને શ્રીમતી  નલીનીબેન શાહ દ્વારા પ્રાર્થના તથા હનુમાન ચાલીસાથી  કરવામાં આવી હતી અને બધા ભાઈ-બહેનોએ ગાવામાં સાથ પુરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી સીવી દેસાઈએ સફળતાપુર્વક કર્યું હતું. શ્રી સીવી દેસાઈએ જાન્યુઆરી 2018નો હિસાબ રજુ કર્યો હતો અને સાથે  ડોનરોનાં નામ પણ જણાવ્યાં હતા.

  ત્યારબાદ શ્રી બિપિન શાહે મહાશિવરાત્રિને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે મહા વદ 14 ને દિવસે ઉજવાતા મહા શિવરાત્રીનું ધાર્મિક દૃષ્ટિએ ખુબ મહત્વ છે.તેઓએ શિવરાત્રી ઉત્સવની વાર્તા વર્ણવી હતી અને શિવરાત્રીનો સંદેશ શું છે તેની પણ માહિતી આપી હતી. શ્રી બિપિન શાહે શિવરાત્રી પર્વ પર સુંદર ભજન ગાયુ હતુ.

 ત્યારબાદ વેલેટાઈન ડે ની ઉજવણીનો આરંભ થયો હતો. શરૂઆતમાં શ્રીમતી નલીનીબેન શાહે વેલેટાઈન ડે વિષે સુંદર માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે વેલેટાઈન ડે પ્રેમ આધારિત ઉત્સવ છે અને તેને ઉમરનું કોઈ બંધન નથી.દશ જેટલાં સીનીયર કપલોએ વારાફરતી આગળ આવી પરસ્પર ગુલાબના પુષ્પો એકબીજાને અર્પણ કરી વેલેટાઈન ડે ની ઉજવણી કરી હતીવેલેટાઈન ડે સુંદર રીતે ઉજવાયો હતો અને સર્વે ભાઈ બહેનોએ તેની મજા માણી હતી.   

શ્રી ભુપેન્દ્ર સુથારે  ફેબ્રુઆરી માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ  દરેક બર્થ ડે વાળા સભ્યને આજના મહેમાન શ્રી નારણભાઇ મોદીના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્દ્રભાઈની  સાથે બર્થ ડે નું ગીત 'બાર બાર દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડે ની શુભેચ્છા પાઠવી હતી. જન્મદિન પ્રસંગે બધા બર્થ ડે વાળા ભાઈ બહેનોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો. શ્રીમતી ભાનુબેન મહેતાએ યોગનું જીવનમાં મહત્વ વિષે વાત કરી હતી અને જીવનમાં દરરોજ ઉપયોગી થાય તેવાં આંખને લગતાં કેટલાંક યોગાસનો નું નિદર્શન કર્યું હતું અને સાથે સાથે વર્ણન કર્યું હતું. તન અને મનને તંદુરસ્ત રાખવા માટે દરરોજ યોગા કરવા જરૂરી છે.

  જુદી જુદી કમિટીઓના કો-ઓર્ડીનેટરોએ તેમની કમિટીમાં લીધેલા નિર્ણયો ની વિગત બધા સભ્યો સામે રજુ કરી હતી. ડૉ. નરસિંહભાઈ પટેલે પણ કેટલીક કમિટીઓના સભ્યોએ લીધેલા નિર્ણયોની વિગતો આપી હતી અને તે પછી 2018 ના વર્ષમાં યોજાનાર લાંબી અને ટૂંકી ટુરો વિષે તથા ક્રુઝ ટુર વિષે આજ સુધીમાં થયેલ પ્રગતિ વિષે વાત કરતાં જણાવ્યું કે  ડૂબી અને દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની ટુર વિષે જણાવતાં કહ્યું કે આપણે જીવનમાં ઘણી અદભુત જગ્યાઓ આજસુધીમાં જોઈ નથી તેવી જગ્યાઓ અને દ્દશ્યો બે ટુરોમાં છે. હાથીઓના 50 થી 100 નાં ટોળાં જોવાં અને તે શિસ્તપૂર્વક એક લાઈનમાં પાણીમાં પણ ચાલે અને પોતાનાં બચ્ચાઓનું રક્ષણ કરતા જાય તે જોવું આપણા માટે આશ્ચર્યકારક જેવું લાગ્યા વગર રહે. આપણે નાયગ્રાનો ધોધ જોયોજોયો છે, પરંતુ જયારે બ્રાઝીલ અને આર્જેન્ટિના નો ઈગુઆસુ ધોધ 275 ની સંખ્યામ અને બે માઈલ જેટલી પહોળાઈમાં અને તેમાં કેટલાક તો 250' ફૂટ ઉંચા જોવામાં આવે ત્યારે બોલાઈ જવાય કે શું કુદરતની અજાયબી છે. આવું કુદરતી દ્દશ્ય ભાગ્યેજ ક્યાંય જોવા મળે!

10 દિવસનો યલોસ્ટોન નેશનલ પાર્ક, લાસ વેગાસ, ગ્રાન્ડ કેનિયન અને હુવર ડેમ ના  પ્રવાસમાં  ખરેખર જોડાવું જોઈએ. આપણે અમેરિકામાં છીએ છતાં કેટલીક અજાબીઓ જે કયાંય નથી તે આપણે ખરેખર જોવી જોઈએ. યલોસ્ટોનને  1978 માં યુનેસ્કો વલ્ડ હેરિટેજ માટે પ્રપોઝ કરવામાં આવ્યું હતું. યલોસ્ટોન નેશનલ પાર્ક તેના ગ્રેસિયર્સ અને ગરમ પાણીના ઝરાઓ માટે પ્રખ્યાત છે. યલોસ્ટોનને દુનિયાનો પહેલો નેશનલ પાર્ક તરીકે શરૂ કરવામાં આવ્યો હતો.યલોસ્ટોન માં ઘણા બધા આધુનિક વોલ્કેનો છે. ગ્રાન્ડ કેનિયન અમેરિકાની શ્રેષ્ઠ અને પ્રખ્યાત આકર્ષણોમાં ગણાય છે. તે જોવી આપણા માટે એક લાવ્હો છે.

. હવાઈ (Hawaii)  ક્રુઝ ટુર પણ તેની વધારે કિંમતને કારણે આપણે નવેમ્બર માસમાં યોજવાનું વિચારી રહ્યા છીએ. હવાઈ વોલ્કેનો નેશનલ પાર્ક અમેરિકાનો પ્રખ્યાત ભૌગોલિક પાર્ક છે. હવાઈ ટાપુ તેનાં કુદરતી આકર્ષણો અને ખાસ કરીને વાલ્કેનો માટે પ્રખ્યાત છે.ગત વર્ષના લાંબા પ્રવાસમાં બધા ભાઈ બહેનોને જે મજા આવી હતી તેની વિગતવાર માહિતી ડૉ. નરસિંહભાઈ પટેલે આપી હતી.

શ્રી નરેશ દેખતાવાલાએ માર્ચ મહિનામાં મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવાનું હોવાથી તે અંગે ના નીતિનિયમો વિષે વિસ્તારથી સમજૂતી આપી અને મનોરંજન કાર્યક્રમમાં જોડાવા માટે વિનંતી કરી. જે ભાઈ બહેનોને મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવો હોય તેમને નિયત કરેલ ફોર્મ ભરવાનું રહેશે. વધારે સંખ્યા થશે તો માર્ચ મહિનામાં જેટલા ભાગ લેનારાઓની જરૂર હશે તે સિવાયના ને બીજા મનોરંજન કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. ઈન્ડિયન સિનિયર ઓફ શિકાગોની કારોબારી કમિટીના સન 2017 સુધી કારોબારી કમિટીના સભ્ય તથા ભજન કમિટીના કો-ઓર્ડીનેટર તરીકે નિષ્ઠા પૂર્વક સેવા બજાવીને હવે તે પદ પરથી નિવૃત થતા હોવાથી તેમની સેવાને બિરદાવવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો હતો અને પ્રેસિડન્ટ તથા કારોબારીના બધા સભ્યોએ સાલ ઓઢાડી અને  પુષ્પ ગુચ્છથી સન્માન કર્યું હતુંહવે પછી તેઓને એડવાઈઝર તરીકે સેવા આપવા  કારોબારી કમિટીએ પ્રસ્તાવ મુક્યો છે. શ્રી નારણભાઇ મોદી અને શ્રીમતી સૂર્યાબેન મોદીની  મેરેજ એનીવર્સરી હોવાથી તેઓને સર્વેએ અભિનંદન આપ્યા હતા. તેમના તરફથી સ્વાદિષ્ટ મોહનથાળની મીઠાઈ આપવામાં આવી હતી જે બધાએ પ્રેમથી ખાધી હતી.

અંતમાં બધા સભ્યોએ સ્વાદિષ્ટ ભોજન લઈ વિદાય લીધી. તેવું શ્રી ચિતરંજન દેસાઇની યાદી જણાવે છે.

(9:17 pm IST)