Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

આનું નામ હળાહળ કળયુગઃ અમેરિકામાં ૯૨ વર્ષના માજી ઉપર બળાત્કાર કરી હત્યા કર્યાનો આરોપઃ ભારતીય મૂળના ગુયાનીઝના વતની ૨૧ વર્ષીય યુવાન રિઆઝખાનની ધરપકડ

ન્યુયોર્કઃ અમેરિકાના કિવન્સમાં નવાઇ પમાડે તેવો કિસ્સો બન્યો છે. જે મુજબ ૯૨ વર્ષના માજી મારીઆ ફયુર્ટીસ ઉપર બળાત્કાર કરવાનો તથા બાદમાં તેમની હત્યા કરી નાખવાનો બનાવ બન્યો છે. જેના શકમંદ આરોપી તરીકે ભારતીય મૂળના તથા ગુપાનીઝના વતની ૨૧ વર્ષીય યુવાન રિઆઝખાનની ધરપકડ કરાઇ છે.

આરોપી પાસેથી બળાત્કાર બાદ હત્યાનો ભોગ બનેલી મહિલાના વસ્ત્રો તથા વાળ મળી આવ્યા હતા. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:44 pm IST)