Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કેનેડામાં ગુજરાતની યુવતી હિરલ પટેલનું શંકાસ્પદ મોત : 11 જાન્યુઆરીથી લાપત્તા યુવતી મૃતદેહ મળી આવ્યો : પોલીસ તપાસ ચાલુ

ટોરોન્ટો : કેનેડામાં 11 જાન્યુઆરીથી લાપત્તા ગુજરાતના બોરસદની યુવતી તથા લગ્ન પછી છેલ્લા 3 વર્ષથી પતિ અને પરિવાર સાથે કેનેડામાં સ્થાયી થયેલી 28 વર્ષીય હિરલ પટેલનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
પરિણીતાના પરિવારજનોએ સાસરીયાઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. પરિવારજનોએ કહ્યું કે, યુવતીને ત્રાસ આપતાં સાસરીયાઓએ જ તેની હત્યા કરી છે. આ કોઈ અકસ્માત નથી, પણ તેની હત્યા કરવામાં આવી છે. જો કે આ મામલે કેનેડાની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને બોરસદની યુવતીની હત્યા કરવામાં આવી છે કે પછી અકસ્માતે તે મોતને ભેટી છે તે મામલે તપાસ શરૂ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)