Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ઇન્ડિયન અમેરિકન મેડિકલ સ્ટુડન્ટ વિવેક સુબ્રમનીનું કમોત : એક બિલ્ડિંગના છાપરા પરથી બીજી બિલ્ડિંગના છાપરા સુધી ઠેકવાની ગમ્મત ભારે પડી

ન્યુજર્સી : યુ.એસ.ના નોર્થ ફિલાડેલ્ફિયામાં એક બિલ્ડિંગના છાપરા  પરથી બીજી બિલ્ડિંગના છાપરા સુધી 2 મિત્રો સાથે ઠેકવાની ગમ્મત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ વિવેક સુબ્રમની માટે મોતના પેગામ સમાન બની હતી
પ્રાપ્ત વિગત મુજબ 23 વર્ષીય ઇન્ડિયન અમેરિકન મેડિકલ સ્ટુડન્ટ વિવેક સુબ્રમની શનિવારે વહેલી સવારે 2 વાગ્યે  ફિલાડેલ્ફિયામાં એક બિલ્ડિંગના છાપરા પરથી બીજી બિલ્ડિંગના છાપરા પર કુદવાની ગમ્મત કરી રહ્યો હતો તેની સાથે તેના 2 મિત્રો પણ હતા.આ સમયે તે છાપરા પરથી નીચે પડતા તાત્કાલિક તેને થોમસ જેફરસન  હોસ્પિટલે લઇ જવાયો હતો જ્યાં તબીબોએ તેને મૃતક જાહેર કર્યો હતો.પોલીસના મંતવ્ય મુજબ આગલા દિવસે સાંજે ત્રણે મિત્રોએ નશો કર્યો હોવાનું અનુમાન છે. આશાસ્પદ યુવાનના કરુણ મોતથી  શોકનું મોજું ફરી વળ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)