Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

અમેરિકામાં અત્યાર સુધીના સૌથી લાંબા શટડાઉનથી સરકારી કર્મચારીઓ પગાર વિહોણાઃ આ કર્મચારીઓને બેરોજગારોને મળતા લાભો આપી શકાય તે માટે ડેમોક્રેટ ગવર્નરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની મંજુરી માંગી

વોશીંગ્ટનઃ યુ.એસ.માં અત્યાર સુધીના સૌથી મોટા શટડાઉનના કારણે સરકારી કર્મચારીઓ પગારથી વંચિત થઇ ગયા છે. પરિણામે તેમણે બેરોજગારોને મળતા લાભો માંગવાની નોબત આવી છે. જે માટે મિચીગન, ન્યુયોર્ક તથા વોશીંગ્ટનના ડેમોક્રેટ ગવર્નરોએ ટ્રમ્પના વહીવટીતંત્ર સમક્ષ આ કર્મચારીઓને બેરોજગારોને મળતા લાભો આપી શકવાની સંમતિ માંગી  છે.

ઉલ્લેખનીય છે કે મેકિસકો બોર્ડર ઉપરથી આવતા ગેરકાયદે વિદેશીઓને રોકવા માટે પ્રેસિડન્ટ ટ્રમ્પએ પાર્લામેન્ટ સમક્ષ ૫.૭ અબજ ડોલરના ફંડ માટેનો પ્રસ્તાવ મુકયો છે. જે રકમ મંજુર નહી થતા શટડાઉન પરિસ્થિતિનું સર્જન થયું છે. એટલું જનહિં આ શટડાઉનને એક મહિનો થવામાં છે ત્યારે સરકારી કર્મચારીઓ પગારથી વંચિત થતા તેમણે બેરોજગારોને મળતા લાભો માંગવાનું શરૃ કર્યુ છે.

(8:29 pm IST)