Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર ડો.ચિત્રા નાયકની ફીઝીકસ સ્કોલર તરીકે પસંદગીઃ ૨૦૧૯ થી ૨૧ની સાલ માટે કાવલી ઇન્સ્ટીટયુટની સ્કોલરશીપ સાથે સંશોધન આગળ ધપાવશે

અલબામાઃ યુ.એસ.માં ટસ્કકે યુનિવર્સિટીના ઇન્ડિયન અમેરિકન ફિઝીકસ પ્રોફેસર મહિલા ડો.ચિત્રા નાયકને કાવલી ઇન્સ્ટીટયુટ ફોર થીયેરોટિકલ ફીઝીકલ સ્કોલર જાહેર કરાયા છે.

૨૦૧૯ થી ૨૧ની સાલ માટે પસંદ કરાયેલા સુશ્રી ડો.ચિત્રાને તેમના કોમ્પ્યુટેશનલ મોડેલ્સ ઓફ ઇન્ટરકનેકટેડ સેલ પ્રોજેકટ આગળ ધપાવશે. જે માટે તેઓ સ્કોલરશીપ માટેની રકમનો ઉપયોગ સાન્તા બાર્બરા ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની વીઝીટ માટે કરશે. તથા ત્યાંના સંશોધકો સાથે પોતાનું સંશોધન આગળ ધપાવશે.

તેમણે ફીઝીકસ સાથે કેરાલા તથા કોચીન યુનિવર્સિટીમાંથી અનુક્રમે બેચલર અને માસ્ટર ડીગ્રી મેળવેલી છે. કોચીન યુનિવર્સિટીમાંથી ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

 

 

(8:21 pm IST)