Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી મહેન્દ્ર ગુજરાથીને '૨૦૧૮ અમેરિકન એકાઉન્ટીંગ એસોશિએશન એજ્યુકેટર એવોર્ડ'

મેસ્સેચ્યુએટસઃ યુ.એસ.ની બેન્ટલી યુનિવર્સિટી વોલ્થામ મેસ્સેચ્યુએટસના ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી મહેન્દ્ર ગુજરાથીને '૨૦૧૮ અમેરિકન એકાઉન્ટીંગ એશોશિએશન એજ્યુકેટર એવોર્ડ' આપી સન્માનિત કરાયા છે.

આ એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષણ, સંશોધન, સ્ટુડન્ટસને માર્ગદર્શન સહિત વિવિધ વ્યાવસાયિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિશેષ યોગદાન બદલ આપવામાં આવે છે.

પ્રોફેસર ગુજરાથી છેલ્લા ૩૦ વર્ષથી એકાઉન્ટસી પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. તેમણે ૪૦ જેટલા આર્ટીકલ્સ લખ્યા છે. જે એકાઉન્ટીંગ જર્નલમાં પ્રસિદ્ધિ પામ્યા છે. આ અગાઉ તેઓને યુરોપિયન ફાઉન્ડેશન ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એવોર્ડ પણ એનાયત થયેલો છે.

તેમણે પૂના યુનિવર્સિટીમાંથી બેચરલ તથા માસ્ટર ડીગ્રી મેળવેલી છે. તથા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી ડોકટરેટ કર્યુ છે.

(7:18 pm IST)