Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

" ઇન્સાઇટ ઇન્ટુ ભગવત ગીતા " : "પર્સનલ ગ્રોથ એન્ડ વેલ બીઇંગ" થીમ સાથે યુ.એસ.ના સાન જોસમાં" ભગવત ગીતા " અધિવેશન યોજાયું : વર્તમાન સમયમાં ભગવત ગીતાના ઉપદેશનું મહત્વ પુરવાર કરાયું : વિશ્વભરમાંથી ,સંતો ,મહંતો ,શિક્ષણ શાસ્ત્રીઓ ,કોમ્યુનિટી અગ્રણીઓ સહીત વિશાળ સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ

સાન જોસ : યુ.એસ.ની સાન જોસ યુનિવર્સીટીમાં તાજેતરમાં 19 થી 20 ઓક્ટોબર 2019 દરમિયાન બેદિવસીય ભગવત ગીતા અધિવેશન યોજાઈ ગયું

પર્સનલ ગ્રોથ એન્ડ યુનિવર્સલ વેલ બીઇંગ ના હેતુ સાથે યોજાઈ ગયેલ અધિવેશનમાં વિશ્વભરમાંથી ,સંતો ,મહંતો ,શિક્ષણ શાસ્ત્રીઓ ,કોમ્યુનિટી અગ્રણીઓ સહીત વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

અધિવેશનનું ઉદ્ઘાટન સ્વામી તત્વમયનંદજીના વરદ હસ્તે થયું હતું તથા પ્રસંગે પૂજ્ય સ્વામી ભુમાનંદજી લિખિત પુસ્તક ઇનસાઇટ્સ ઇનટુ ભગવત ગીતા નું વિમોચન કરાયું હતું

તકે સ્વામી ભુમાનંદજીએ વર્તમાન સમયમાં પણ ભગવત ગીતાના ઉપદેશનું કેટલું મહત્વ છે તે મહાભારતના ચિત્રો દ્વારા પુરવાર કરી બતાવ્યું હતું

અધિવેશનમાં જુદા જુદા વિદ્વાન વક્તાઓના ઉદ્દબોધનો યોજાયા હતા તેમજ યુવા સંમેલનનું આયોજન કરાયું હતું તેમજ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ યોજાયો હતો મેડિટેશનનો કાર્યક્રમ પણ યોજાયો હતો ઉપરાંત યોગા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા

(12:00 am IST)