Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ઇન્ડિયન અમેરિકન ડો.રામ રાજુને ''કેટાલિસ્ટ ફોર ચેન્જ એવોર્ડ'' : CACFના ઉપક્રમે યોજાયેલા ૩જા વાર્ષિક સમારોહમાં બહુમાન કરાયું

વોશીંગ્ટનઃ યુ.એસ.માં કોલિશન ફોર  એશિઅન અમેરિકન ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝ (CACF)ના ઉપક્રમે યોજાયેલા કેટાલિસ્ટ ફોર ચેન્જ એવોર્ડ ગાલા પ્રોગ્રામમાં ઇન્ડિયન અમેરિકન ડો.રામ રાજુનો સમાવેશ કરાયો છે. જેઓને ત્રીજા વાર્ષિક સમારોહ દરમિયાન ઉપરોકત  એવોર્ડ આપી બિરદાવાયા હતા. જે તેઓની હેલ્થકેર ક્ષેત્રે કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ અપાયો હતો.

એવોર્ડ વિજેતાઓમાં અન્ય એશિઅન અમેરિકન જેસોન ડેસિલ્વા, સહિતનાઓનો સમાવેશ થતો હતો.

જેમણે કોમ્યુનીટી હેલ્થકેર,શિક્ષણ,સેવા સહિતના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બજાવી હતી.

ડો.રામ રાજુ નોર્થવેલ હોસ્પિટલના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ છે જેઓ છેલ્લા ૩૦ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપે છે.

 

(8:06 pm IST)