Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

‘‘દિપોત્‍સવી ઉત્‍સવ તથા સ્‍નેહમિલન'' : યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ પરામસ, ન્‍યુજર્સીના ઉપક્રમે ૧૧ નવે. ના રોજ કરાયેલી ઉજવણી :

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ  રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુળ પરામસ ન્‍યુજર્સી દ્વારા વિક્રમ સંવત ર૦૭પ ના  નૂતન વર્ષનો અન્નકુટ તથા  સ્‍નેહમિલનનો ઉત્‍સવ પૂ. સ્‍વામીશ્રી કૃષ્‍ણસ્‍વરૂપદાસજી અને આનંદ પ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ રવિવાર તા. ૧૧ નવે.ર૦૧૮ ના રોજ ઉજવવામાં આવ્‍યો હતો. અન્નકુટમાં મહિલા ભકતો દ્વારા રપ૧ થી વધારે વાનગીધરાવવામા આવી હતી. અન્નકુટનો લાભ સેંકડો ભકતો- દર્શનાર્થીઓએ સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્‍યા સુધી લીધો હતો. દરેક દર્શનાર્થીને આરતીનો લાભ આપવામાં આવ્‍યો હતો. સાંજે ૪ થી ૭ સ્‍નેહમિલન તથા દિપોત્‍સવી ઉત્‍સવ અને  પૂ.સંતોના આર્શીવચનોનો લાભ હરિભકતોએ લીધો હતો. સંસ્‍થાની બે નવી શાખા, સાન એન્‍ટોનીઓ, TX અને  સ્‍પ્રીંગફિલ્‍ડમાં ટૂંક સમયમૉ ચાલુ થશે તેવી જાહેરાત શ્રી ચતુરભાઇ  વઘાસીયાએ કરીહતી. ગુરૂકુળ દ્વારા દર રવિવારે સત્‍સંગ સભા બાલ સંસ્‍કાર, ગુજરાતી ભાષા, સંગીત તથા નૃત્‍યના વર્ગો વિનામૂલ્‍યે ચાલે છે. વધુ માહિતી માટે ફોન નં. 201-882- 5815 પર સંપર્ક સાધવા વિનંતી તેવું ગુરૂકુળની યાદી જણાવે છે.

 

(1:45 pm IST)
  • લાલુ પ્રસાદ યાદવની તબીયત લથડી :પગમાં પડ્યા ફોલ્લા :રિમ્સના ડોક્ટરોએ કહ્યું કે ફોલ્લાને કારણે ડાયાબિટીસથી પરેશાન લાલુ પ્રસાદ યાદવનું સુગર સ્તર અને રક્તચાપ બે દિવસથી સતત વધી ગયું:તબીબોની ટીમ સતત ખડેપગે access_time 11:38 pm IST

  • RBIને અરુણ જેટલીએ આપી ચેતવણી : મુદ્રા પ્રવાહનું ગળું ન દબાવે RBI: અરુણ જેટલી : 2 દિવસ બાદ RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક : અરુણ જેટલીનું નિવેદન માનવામાં આવે છે સૂચક : હાલના સમયમાં ક્રેડિટ ફ્લો જ સૌથી મોટો મુદ્દો : જેટલી રઘુરામની ગુણવત્તા સમીક્ષાનું જેટલીએ સમર્થન કર્યું access_time 1:17 pm IST

  • અમદાવાદ:રૂ.260 કરોડના કૌભાંડનો મામલો વિનય શાહના વિદેશ પ્રવાસની વિગતો મંગાવી : CID ક્રાઈમ દ્વારા પ્રવાસની વિગતો મંગાવવામાં આવી :ઈમિગ્રેશન વિભાગ પાસેથી મગાવામાં આવી માહિતી : વિનયના કોર ગ્રૂપના સભ્યો,એજન્ટોના વિદેશ પ્રવાસની માહિતી ટાર્ગેટ પૂર્ણ કરનાર એજન્ટોને વિદેશની ટુર પર મોકલાતા હતા access_time 1:06 pm IST