Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરની ન્યુયોર્ક જેન્ડર ઇકિવટી કમિશનમાં નિમણુંક

ન્યુયોર્કઃ ઇન્ડિયન અમેરિકન મહિલા લોયર સુશ્રી ચિત્રા ઐયરને ન્યુયોર્ક સીટીના 'જેન્ડર ઇકિવીટી' કમિશનમાં નિમવામાં આવ્યા છે.

સીટી મેયર તથા પ્રથમ મહિલાએ ૧૩ નવે.ર૦૧૮ ના રોજ આ કમિશનમાં નિમણૂ઼ક  આપેલ ૬ વ્યકિતઓમાં સુશ્રી ચિત્રાને સ્થાન આપ્યું છે.

આ કમિશન મહિલાઓ તથા યુવતિઓના શૈક્ષણિક સહિતના તમામ અધિકારો માટે કાર્યરત રહેશે.

જાતિય સમાનતાના અધિકારો સાથે મહિલાઓને પોતાના અનુભવ તથા જ્ઞાનનો લાભ કમિશનમાં નવનિયુકત હોદેદારો આપશે. જેમાં ટ્રાન્સઝેન્ડર સહિત તમામ મહિલાઓને રોજગારી, આશ્રય, શિક્ષણ, આરોગ્ય, ન્યાય તથા સલામતિ મળી રહે તે માટે કામગીરી કરાશે.

સુશ્રી ચિત્રા ઐયર હન્ટર કોલેજ તથા ન્યુયોર્ક લો સ્કૂલમાં પ્રોફેસર તરીકે કસેવાઓ આપે છે.

(11:29 am IST)
  • છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં બારુદી સુરંગ વિસ્ફોટમાં એક પોલીસ જવાન શહીદ :જિલ્લાના ભેજી થાણા ક્ષેત્રમાં ભેજી અને એલાર્મળગુ વચ્ચે નક્સલીઓએ સુરંગ વિસ્ફોટ કરતા ડીઆરજીનો એક જવાન શહીદ ;અન્ય બે ઘાયલ access_time 11:30 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મારપીટનો આરોપ લગાડનાર દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશની બદલી :દૂર સંચાર વિભાગમાં ટ્રાન્સફર કરાઈ access_time 1:15 am IST

  • ગોંડલ :- ખરેડા ગામ ની ઘટના:કપાસ ભરેલો ટ્રક પુલ પરથી નીચે પડ્યો:ડ્રાઇવર સહિત 2 લોકો ને ગંભીર ઈજાઓ access_time 10:42 pm IST