Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પાકિસ્તાનમાં પંજા સાહેબ ગુરુદ્વારામાં આગ : સામાન્ય નુકશાન : કોઈ જાનહાની નહીં

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં રાવલપિંડીથી 48 કી.મી.ના અંતરે આવેલા પંજા સાહેબ ગુરુદ્વારામાં બુધવારના રોજ સાંજે વેલ્ડીંગની કામગીરી ચાલતી હતી તે સમયે અચાનક આગ લાગી હતી જોકે કોઈ જાનહાની થઇ નથી પરંતુ બિલ્ડિંગને સામાન્ય નુકશાન થયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે જગ્યા ઉપર બેસીને ગુરુ નાનક દેવ તપ કરતા હતા ત્યારે પર્વત ઉપરથી કોઈએ તેમના ઉપર શીલા રેડવી હતી જેને ગુરુ નાનક દેવે હાથનો પંજો આડો  ધરી રોકી લીધી હતી  આજે પણ શીલા ત્યાં મોજુદ છે. ત્યારથી જગ્યા પંજા સાહેબ ગુરુદ્વારા તરીકે ઓળખાય છે.

(12:42 pm IST)
  • પાકિસ્તાનને FATF થી નથી મળી રાહતઃ ર૭માંથી રર પોઇન્ટ પર ફેલ ગણાવતા તેને પ્રગતિ કરવા જણાવ્યું જલ્દી કરો નહિતર બ્લેક લિસ્ટમાં સ્થાન નકકી છે. access_time 3:54 pm IST

  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ભારતીય જનતા પક્ષ સૌરવ ગાંગુલીને પોતાના ચહેરા તરીકે ઉતારશે:. તાજેતરમાં જ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ચૂંટાયેલા સૌરવ ગાંગુલીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ મમતા બેનર્જી સામે ભાજપના મુખ્યમંત્રી ના ચહેરા તરીકે મેદાનમાં ઉતારે તેવી પૂરી સંભાવના છે access_time 1:14 am IST

  • PMC બેન્ક કૌભાંડ : ખાતામાંથી રોકડ રકમ ઉપાડવા માટે RBIએ નક્કી કરેલી મર્યાદા દૂર કરવાની માંગણી નામંજૂર : અરજદારોને હાઇકોર્ટમાં અરજી કરવા સુપ્રીમ કોર્ટની સૂચના access_time 12:23 pm IST