Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

‘‘નવવિલાસ નવરાત્રિ મહોત્‍સવ'': અમેરિકાના એટલાન્‍ટામાં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં રાસ ગરબાની રમઝટઃ હવેલીને રંગબેરંગી રોશનીનો શણગાર

એટલાન્‍ટા. અમેરિકા, અમેરિકાના એટલાન્‍ટા સિટીમાં સ્‍થપાયેલી ગોકુલધામ હવેલીમાં આ વર્ષે પહેલી વખત શ્રી યમુના મહારાણીના સાંનિધ્‍યમાં પુષ્ટિ સંપ્રદાય મુજબ નવવિલાસ-નવરાત્રિ મહોત્‍સવ ઉજવાઇ રહ્યો છે. આ નવરાત્રિ મહોત્‍સવમાં ફ્રી એન્‍ટ્રી સાથે ફ્રી પાર્કિંગની સુવિધા ઉપલબ્‍ધ કરાવાતાં વીક એન્‍ડમાં શુક્ર-શનિ અને રવિવારે મોટી સંખ્‍યામાં ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ગરબે ઘૂમવા ઉમટી પડ્‍યા હતા. એટલાન્‍ટામાં પહેલી વખત આઉટડોર ટેન્‍ટમાં કાર્પેટ બિછાવીને ગરબા યોજાતાં ખેલૈયાઓમાં આ ગરબાએ આકર્ષણ જમાવ્‍યું છે.

વડોદરાના કલ્‍યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્‍ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્‍ટા ખાતે ગોકુલધામ હવેલી સ્‍થપાઇ છે. ભારતીય-ગુજરાતી સમુદાયમાં આકર્ષણ અને આસ્‍થાનું કેન્‍દ્ર બનેલી આ ગોકુલધામ હવેલીમાં આ વર્ષે પહેલી વખત નવ દિવસના ગરબા સાથે નવવિલાસ-નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરાયું છે.

નવરાત્રિના પહેલા બે દિવસ ગોકુલધામ હવેલીના જગદગુરુ હોલમાં ગરબા યોજાયા હતા. ત્‍યારબાદ વીક એન્‍ડના શુક્ર-શનિ અને રવિવારના 3 દિવસ હવેલીના ખુલ્લા પાર્કિંગ પ્‍લોટમાં વોટર અને સાઉન્‍ડ પ્રૂફ ટેન્‍ટમાં કાર્પેટ બિછાવી ગરબા યોજાતાં ગરબાપ્રિય ગુજ્જુ પરિવારો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા.

ગોકુલધામના પ્રાંગણમાં યોજાયેલા ગરબાએ ગુજરાતી ખેલૈયાઓને માદરે વતન ભારત-ગુજરાતમાં યોજાતા ગરબાની યાદ તાજી કરાવી દીધી હતી. એટલું જ નહીં ગરબના શોખિન ગુજરાતી ખેલૈયાઓએ વિવિધ સ્‍ટાઇલ-એક્‍શનના સથવારે ગરબે ઘૂમી આકર્ષણ જમાવ્‍યું હતું. મુંબઇના ગાયકવૃંદના કલાકારોએ એટલાન્‍ટાના ગરબા રસિક ખેલૈયાઓને પરંપરાગત બે તાળી-ત્રણ તાળી ગરબા ઉપરાંત દોઢિયું અને ફિલ્‍મી ભક્‍તિ ગીતો સાથે ડાંડિયા રાસ રમાડી ગરબાની જમાવટ કરાવી દીધી હતી.

ગરબા સ્‍થળે ચટાકેદાર ખાણીપીણીના ઊભા કરાયેલા કાઉન્‍ટર પર ચટાકેદાર વેરાઇટિઝ ઉપલબ્‍ધ કરાવાઇ રહી છે. જેના પગલે ચટાકેદાર વેરાઇટિઝ ખાવાના શોખિન ગુજરાતીઓને જોરદાર ધસારો તમામ કાઉન્‍ટર પર જોવા મળી રહ્યો છે.

નવરાત્રિ મહોત્‍સવ અને ત્‍યારબાદ આવનાર દિવાળી પર્વને ધ્‍યાનમાં રાખી ગોકુલધામ હવેલીને રંગબેરંગી રોશનીનો શણગાર કરાયો છે. જેના પગલે રાત્રિના સમયે હવેલી ઝળાંહળાં થઇ ઊઠી હતી. તેવું શ્રી દિવ્‍યકાંત ભટ્ટની યાદી જણાવે છે.

ગોકુલધામ હવેલીમાં પહેલી વખત આયોજિત ગરબા મહોત્‍સવને સફળ બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્‍ઝિક્‍યુટિવ સેક્રેટરી તેજસ પટવા તેમજ કમિટીના આગેવાનો બોબી પટેલ, હેતલ શાહ, કિન્‍તુ શાહ, સમીર શાહ, પરિમલ પટેલ, નિક્‍સન પટેલ, અલ્‍કેશ શાહ, સહિત ટીમના તમામ સભ્‍યો મહેનત કરી રહ્યા છે.

(9:47 pm IST)
  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST

  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST