Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ભારતના ૨૦ કરોડ જેટલા લોકો સપ્તાહમાં ૨૮ કલાક મોબાઇલ ઉપર વીતાવે છેઃ 4G કનેકશન સાથે ઇન્‍ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરનારા ૪૦ કરોડ લોકો સાથે ભારત દેશ વિશ્વમાં અગ્રક્રમેઃ ભાવિ પેઢીના માનસ ઉપર અવળી અસરથી વધી રહેલું ડીપ્રેશનનું પ્રમાણઃ મિત્રો તથા સંબંધીઓ સાથે ઝડપથી જોડાણ કરી આપતા સોશીઅલ મિડીયાની વિપરિત અસરો સામે લાલબતી ધરતો સર્વે

ઇન્‍ટરનેટ માધ્‍યમથી ૪G કનેકશન સાથે ભારતમાં સપ્‍તાહના ૨૮ કલાક મોબાઇલ ઉપર વીતાવનારા લોકોની સંખ્‍યા ૪૦ કરોડને આંબી ગઇ હોવાનો ચોંકાવનારો સર્વે બહાર આવ્‍યો છે. શોશીઅલ મિડીયાના ૨૦ કરોડ જેટલા વપરાશકર્તાઓ સાથે ભારત દેશ ઇન્‍ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરનારા દેશોમાં પહોંચી ગયો છે.

દરરોજ સરેરાશ ર થી ૪ કલાકનો સમય સોશીઅલ મિડીયા ઉપર વીતાવનારા લોકો ઉપર કેવી અસર થઇ શકે છે તેનો વિચાર કરવાનો સમય પાકી ગયો છે.

બહુ સરળતાથી અને ઝડપથી મિત્રો તથા સંબંધીઓ સાથે જોડાણ કરી આપતા આ સોશીઅલ મિડીયાના માધ્‍યમે લોકોને બેધારી જીંદગી જીવતા કરી મુકયા છે. જે સોશીઅલ લાઇફ એટલે કે સમાજને દેખાડવા માટેનું જીવન અને બીજી રીઅલ લાઇફ એટલે ખરેખર જીવાતુ જીવન જે બંને વચ્‍ચે માણસ અટવાયા કરે છે.

તાજેતરમાં થયેલા સર્વે મુજબ છેલ્લા ૨૫ વર્ષમાં ડીપ્રેશનનો ભોગ બનેલા યુવાનોની સંખ્‍યામાં ૭૦ ટકાનો વધારો નોંધાયો છે. દર ૬ માંથી ૧ માણસ પોતાના જીવનમાં લઘુતા ગ્રંથિથી પીડાવાનો ભોગ બને છે. તથા ૪ થી ૫ યુવાનો સોશીઅલ મિડીયાના માધ્‍યમથી પોતાની લાગણી તથા વ્‍યગ્રતા વ્‍યક્‍ત કરે છે.

આમ વધારે પડતો સોશીઅલ મિડીયાનો ઉપયોગ માનસિક વ્‍યગ્રતા વધારનારો બની રહે છે સંશોધકોના મતે સોશીઅલ મિડીયા ઉપર પેશ થતી અવાસ્‍તવિક ઘટનાઓની અસર યુવાનોમાં સાઇકોલોજીકલ તનાવ વધારનારી તથા મન ઉપર તેમજ શરીર ઉપર વિપરિત અસર કરનારી બની રહે છે.

અલબત્ત સોશીઅલ મિડીયાની અવગણના કરવાનો કોઇ હેતુ નથી. પરંતુ નવી પેઢીના માનસ ઉપર આ માધ્‍યમથી રજુ થતી અવાસ્‍તવિક ઘટનાઓ તેના જીવનમાં અભાવ મહેસુસ કરાવનારી બની રહે છે. પરિણામે પોતે છે તેના કરતા જુદુ જીવન બતાવવાની ઘેલછા વધે છે. વાસ્‍તવિક જીવન અને સામાજીક જીવન વચ્‍ચે ખાઇ ઊભી કરે છે.

તેથી સોશીઅલ મિડીયાનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં તથા જવાબદારી પૂર્વક થાય તે માટે નીચેની બાબતો ધ્‍યાનમાં રાખવી જરૂરી છે.

અઠવાડિયે એક દિવસ રજામાં સંપૂણપણે સોશીઅલ મિડીયાથી દૂર રહેવું.

સોશીઅલ મિડીયાના માધ્‍યમથી મિત્રો તથા સગા સંબંધીની મુલાકાત કરતા રૂબરૂ મળવાનો પ્રયત્‍ન કરી આનંદ માણવો સોશીઅલ મિડીયા ઉપર રમાતી ગેમ્‍સના બદલે અન્‍ય રમત ગમતનો શોખ કેળવવો.

સોશીઅલ મિડીયામાં આવતી અમાસ્‍તવિક ઘટનાઓથી પ્રભાવિત થવાને બદલે વાસ્‍તવિકતામાં જીવવાનો પ્રયત્‍નો કરવો. (કિવન્‍ટમાંથી સાભાર)  

(9:45 pm IST)