Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

યુ.એસ.માં ‘‘જર્સી સીટી એશિઅન મર્ચન્‍ટ એશોશિએશન''ના ઉપક્રમે ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ રાસ ગરબાની રમઝટઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં જર્સી સીટી એશિઅન મર્ચન્‍ટ એશોશિએશનના ઉપક્રમે ઇન્‍ડિયા સ્‍કવેર જર્સી સીટી મુકામે ભારે ઉમંગપૂર્વક ભારતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિ ઉત્‍સવ ઉજવાઇ રહ્યો છે. જે અંતર્ગત ૧૨ તથા ૧૩ ઓકટો.૨૦૧૮ના રોજ કરાયેલી ઉજવણીમાં ભારે સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડયા હતા. તથા ઉત્‍સવનો આનંદ માણ્‍યો હતો.

હજુ પણ આ ઉત્‍સવ આવતીકાલ ૧૯ ઓકટો શુક્રવાર તથા ૨૦ ઓકટો. શનિવારના રોજ ભારે ઉમંગભેર ઉજવાશે. રાત્રિના ૯ વાગ્‍યાથી સવારે ૨ વાગ્‍યા સુધી રાસ ગરબાની રમઝટ બોલશે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ સાથે ઉજવાઇ રહેલા આ નવરાત્રિ ઉત્‍સવનો આનંદ માણવાની સાથે ભારતીય સંસ્‍કૃતિને જીવંત રાખવા જર્સી સીટી એશિઅન મર્ચન્‍ટ એશોશિએશન પ્રેસિડન્‍ટ શ્રી રાજુ પટેલએ આમંત્રણ પાઠવ્‍યું છે.

(9:43 pm IST)
  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST